ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ બન્યા ખોડલધામ સંગઠનના અધ્યક્ષ

ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ બન્યા ખોડલધામ સંગઠનના અધ્યક્ષ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Anar Patel appointed President of Khodaldham :  રોજકોટથી આજે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેનના પુત્રી અનાર પટેલની ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજકોટના ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026માં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાત સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી ઉપસ્થિત રહેલા ખોડલધામના કન્વીનરોની હાજરીમાં કરવામાં આવી હતી.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આ જાહેરાત કરી છે. ખોડલધામના પ્રમુખ બનવાની સાથે જ અનાર પટેલના હાથમાં સંગઠનનું સમગ્ર કામકાજ આવી ગયું છે. ખોડલધામ સંગઠનનું સમગ્ર કામકાજ હવેથી અનાર પટેલ સંભાળશે. 

ખોડલધામ સંગઠનની કામગીરી માટે મહત્વની ભૂમિકા

ઉલ્લેખનીય છે કે  અનાર પટેલની આ નિમણૂકને ખોડલધામમાં નરેશ પટેલ પછીના સૌથી મહત્ત્વના અને મોટા હોદ્દા તરીકે જોવામાં આવે છે. તેમને સમગ્ર ખોડલધામ સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ભૂમિકામાં અનાર પટેલ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત અને વિશ્વભરમાં જ્યાં પણ ખોડલધામના નિર્માણ થયા છે, તેની સંગઠનાત્મક કામગીરીની જવાબદારી સંભાળશે.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું?

આ અવસરે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, “આજે ખોડલધામમાં દિવાળી જેવો માહોલ છે. મારે આજે પ્રોટોકોલ તોડીને એક અત્યંત મહત્વની જાહેરાત કરવી પડે તેમ છે, અને આ જાહેરાત બાદ જ  બીજી જાહેરાત થઈ શકે તેમ છે..” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “હું જે નામ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું, તે નામ માત્ર પાટીદાર સમાજને જ નહીં પણ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવશે, તેમાં મને જરાય શંકા નથી.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *