જીવનશૈલી | રેસીપી | ગુજરાતી કે કાઠિયાવાડી ભોજનમાં જો સાથે તીખો અને ચટપટો વઘાર મળી જાય, તો ખાવાનો સ્વાદ બમણો થઈ જાય છે. કાઠિયાવાડી ભરેલા મરચાંએ દરેક દેશી થાળીને પુરી કરે છે.
શેકેલા ચણાના લોટમાં સુગર, લીંબુ, હિંગ અને ચટપટા મસાલાનું મિશ્રણ કરીને જ્યારે મરચાંમાં ભરવામાં આવે છે, ત્યારે તેની સુગંધ જ ભૂખ ઉઘાડી દે છે, રોટલા, શાક કે દાળ ભાત સાથે આ ભરેલા મરચાં સાઇડ ડિશ તરીકે અદભુત લાગે છે. તે માત્ર 10 મિનિટમાં તૈયાર થઇ જાય છે.
કાઠિયાવાડી ભરેલા મરચાં રેસીપી
સામગ્રી
- 8 થી 10 મોટા લીલા મરચાં
- 1 કપ ચણાનો લોટ
- 3 થી 4 ટેબલસ્પૂન તેલ
- સ્વાદ મુજબ મીઠું
- ¼ ટીસ્પૂન હળદર
- 1 ટેબલસ્પૂન ધાણા જીરુ પાઉડર
- ½ ટીસ્પૂન ગરમ મસાલો
- ¼ ટીસ્પૂન હિંગ
- 1 ટીસ્પૂન સુગર
- 1 ટેબલસ્પૂન લીંબુનો રસ
- 2 ટેબલસ્પૂન કોથમીર
- ½ ટીસ્પૂન જીરુ
- પાણી જરૂર મુજબ
કાઠિયાવાડી ભરેલા મરચાં બનાવવાની રીત
સૌથી પહેલા મરચાંને ધોઈને સારી રીતે સુકવી લો. પછી એક સાઇડથી ચીરીને તેના અંદરના બી કાઢી લો. હવે ચણાનો લોટ ધીમા તાપે સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લો અને થોડો ઠંડો થવા દો.
શેકેલા લોટમાં તેલ, મીઠું, હળદર, ધાણા જીરુ, ગરમ મસાલો, હિંગ, ખાંડ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લો.
વરસાદી મોસમમાં ગરમાગરમ વેજ મનચાઉ સૂપ પીવો, બીમારીઓ રહેશે દૂર
તૈયાર મસાલો બધા મરચાંમાં સારી રીતે ભરી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરુ અને હિંગનો વઘાર કરો. ત્યારબાદ ભરેલા મરચાં કડાઈમાં મૂકી ધીમા તાપે શેકી લો, એટલે તમારા ભરેલા મરચા તૈયાર છે.
