જીવનશૈલી | રેસીપી | હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તાની વાત આવે, ત્યારે રગડો હંમેશા ફેવરિટ રહ્યો છે. પણ શું તમે જાણો છો કે તમારા મનપસંદ રગડાને પ્રોટીનથી ભરપૂર બનાવી શકાય છે? આ હાઈ-પ્રોટીન રગડા રેસીપી સફેદ વટાણાના કુદરતી ગુણો સાથે બનાવવામાં આવી છે, જે વજન ઘટાડવા માંગતા લોકો અને ડાયાબિટીસના દર્દીઓ માટે એક બેસ્ટ ઓપ્શન છે.
હાઈ પ્રોટીન રગડા પેટીસ હેલ્ધી નાસ્તો છે, તે ઓછા તેલ અને વધુ ફાઈબર સાથે તૈયાર થતો આ ગરમાગરમ રગડો માત્ર સ્વાદમાં જ લાજવાબ નથી, પણ તમારા સ્વાસ્થ્ય માટે પણ એટલો જ ફાયદાકારક છે. અહીં જાણો પૌષ્ટિક રગડા પેટીસ બનાવવાની પરફેક્ટ રીત!
હાઈ પ્રોટીન રગડા રેસીપી
રગડા માટે સામગ્રી
½ કપ પલાળેલા સફેદ ચણા
1 મધ્યમ ટામેટા
4લસણની કળી
1/2 ચમચી હળદર પાવડર
1 ચમચી લાલ મરચાનો પાવડર
1 ચમચી ધાણા પાવડર
1 ચમચી જીરું પાવડર
2 ચમચી ગરમ મસાલો
1/4 કપ સમારેલી કોથમીર
સ્વાદ મુજબ મીઠું
પેટીસ માટે સામગ્રી
40 ગ્રામ સોયાના ટુકડા
2 ચમચી ઓટ્સ
1/4 કપ સમારેલી ડુંગળી
1/2 ચમચી સફેદ તલ
1/2 ચમચી જીરું
1/2 ચમચી હળદર પાવડર
1/2 ચમચી લાલ મરચાનો પાવડર
1/2 ચમચી ધાણા પાવડર
1/2 ચમચી ગરમ મસાલો
1 સ્લાઈસ બ્રેડનો ભૂકો
1 ચમચી તેલ
મુઠ્ઠીભર કોથમીર
ટોપીંગ્સ માટે સામગ્રી
1 ચમચી લીલી ચટણી
1 ચમચી મેથીની ચટણી
3 ચમચી ગ્રીક દહીં
1 ચમચી સમારેલી ડુંગળી
1 ચમચી સેવ (ઓપ્શન)
હાઈ પ્રોટીન રગડા બનાવાની રીત
સૌ પ્રથમ એક કુકરમાં, પલાળેલા સફેદ ચણા, ટામેટા, લસણ અને બધા મસાલા ઉમેરો. નરમ થાય ત્યાં સુધી 5 સીટી સુધી કુક કરો.
ત્યારબાદ રગડાને હળવેથી મસળી લો, ગરમ મસાલો અને સમારેલી કોથમીર ઉમેરો. થોડી ઘટ્ટ રાખો.
ત્યારબાદ સોયાચન્ક્સના ટુકડા ઉકાળો, પાણી નિચોવીને ઓટ્સ, ડુંગળી, ધાણા, તલ, જીરું અને મસાલા સાથે ભેળવીને બરછટ મિશ્રણ બનાવો.
શાકને પણ ટક્કર મારશે દહીં તિખારી, માત્ર 5 મિનિટમાં યુનિક સ્ટાઇલમાં આ રીતે બનાવો
મિશ્રણને શેપ આપો અને કોટ કરો અને બ્રેડક્રમ્સથી હળવા હાથે કોટ કરો.ત્યારબાદ પેટીઝને 1 ચમચી તેલનો ઉપયોગ કરીને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પેન-ફ્રાય કરો.એક બાઉલમાં 1 સર્વિંગ રગડા ઉમેરો, 2 પેટીઝ મૂકો, ઉપર દહીં, ચટણી, ડુંગળી અને સેવ નાખો અને ગરમા ગરમ પીરસો.
