ગુજરાત થી હરિદ્વાર જવા નવી સ્પેશિયલ ટ્રેન શરૂ, જાણો ટ્રેનનું ટિકિટ ભાડુ, રૂટ અને સ્ટોપેજ સહિત તમામ વિગત

ગુજરાત થી હરિદ્વાર જવા નવી સ્પેશિયલ ટ્રેન શરૂ, જાણો ટ્રેનનું ટિકિટ ભાડુ, રૂટ અને સ્ટોપેજ સહિત તમામ વિગત

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Veraval To Haridwar Trains Particulars : ગુજરાતીઓ માટે ઉત્તરાખંડ પહોંચવું સરળ બન્યું છે. ભારતીય રેલવે દ્વારા ગુજરાત – ઉત્તરાખંડ માટે નવી ટ્રેન શરૂ કરી છે. રેલવે દ્વારા જુલાઈ મહિનામાં આ રૂટ પર નવી સાપ્તાહિક વિશેષ ટ્રેન શરૂ કરવામાં છે. આનાથી બંને રાજ્યો વચ્ચે મુસાફરી કરતા લોકો માટે ટ્રેન પ્રવાસ સુવિધાજનક બનશે. અહીં વેરાવળ હરિદ્વાર સાપ્તાહિક સ્પેશયલ ટ્રેનનું ટાઇમ ટેબલ, ટિકિટ ભાડું, રૂટ અને સ્ટોપેજ સહિત તમામ વિગત આપી છે.

જો કે, આ ટ્રેન દરરોજ દોડશે નહીં, પરંતુ અઠવાડિયામાં એક વખત નિશ્ચિત તારીખો પર દોડશે. આવી સ્થિતિમાં, મુસાફરો માટે ટિકિટ બુક કરતા પહેલા ટ્રેનની તારીખ, સમય, રૂટ અને સ્ટોપેજની જાણકારી મેળવવાની રહેશે. ચાલો જાણીએ આ સ્પેશિયલ ટ્રેન સાથે જોડાયેલી વિગતો.

વેરાવળ હરિદ્વાર સ્પેશ્યલ ટ્રેન સમય

વેરાવળ હરિદ્વાર સ્પેશ્યલ ટ્રેન 09203 વેરાવળથી 16:05 વાગે ઉપડશે અને બીજા દિવસે 20:40 વાગ્યે હરિદ્વાર પહોંચે છે. તો હરિદ્વાર થી વેરાવળ ટ્રેન 09204 પરત ફરશે. જે હરિદ્વારથી 21:30 વાગ્યે ઉપડે છે અને ત્રીજા દિવસે 09:45 વાગ્યે વેરાવળ જંકશન પહોંચે છે.

હરિદ્વાર વેરાવળ ટ્રેન કઈ કઇ તારીખે દોડશે?

હરિદ્વાર વેરાવળ ટ્રેન સાપ્તાહિક ટ્રેનછે. ટ્રેન 09203 વેરાવળ થી હરિદ્વાર રવાના થશે, જે 7, 14, 21 અને 28 જુલાઈના રોજ ચાલશે. તો ટ્રેન 09204 હરિદ્વારથી વેરાવળ જશે, જે 8, 15, 22 અને 29 જુલાઈના રોજ ચાલશે. એક મહિના દરમિયાન આ બંને ટ્રેન ચાર વખત દોડાવવામાં આવશે.

વેરાવળ હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન રૂટ અને સ્ટોપેજ 

આ ટ્રેનો જૂનાગઢ જંક્શન, જેતલસર જંક્શન, ઢસા જંક્શન, ઢોલા જંક્શન, બોટાદ જંક્શન, ધંધુકા, ધોળકા, ગાંધીગ્રામ, મહેસાણા જંક્શન, પાલનપુર જંક્શન, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર જંક્શન, કિશનગઢ, ફુલેરા જંક્શન, રિંગસ જંક્શન, શ્રી માધોપુર, નીમ કા થાના, નારનૌલ, અટેલી, રેવાડી જંક્શન, ગુડગાંવ, દિલ્હી જંક્શન, ગાઝિયાબાદ જંક્શન, મેરઠ સિટી જંક્શન, મુઝફ્ફરનગર અને રૂડકી ખાતે રોકાશે.

વેરાવળ હરિદ્વાર સ્પેશ્યલ ટ્રેન ટિકિટ ભાડુ

વેરાવળ હરિદ્વાર સ્પેશ્યલ ટ્રેનમાં સ્લિપર કોચ, થર્ડ એસી કોચ અને ફર્સ્ટ એસી કોચ છે. જેમા સ્લિપર કોચની ટ્રેન ટિકિટ 700 રૂપિયા છે. તો થર્ડ AC કોચની ટ્રેન ટિકિટ ₹ 1785 અને ફર્સ્ટ AC કોચનું ટ્રેન ભાડું  ₹ 2435 છે.

ટિકિટ બુક કરતા પહેલા આ માહિતી તપાસો

નોંધ લો કે, આ મર્યાદિત સમયગાળાની સાપ્તાહિક વિશેષ ટ્રેન છે. આ કારણોસર, ટિકિટ બુક કરતા પહેલા, મુસાફરીની તારીખ, ટ્રેન શરૂ થવાનો દિવસ, સીટની ઉપલબ્ધતા અને સંબંધિત સ્ટેશનનો સમય તપાસો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *