As we speak Gujarat rain fall information: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 162 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આમ રાજ્યમાં વરસાદ પડવાના વિસ્તારમાં નોંધપાત્ર વધારો રહ્યો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સૌથી વધારે 3.27 ઈંચ વરાદ નોંધાયો હતો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 12 ઓગસ્ટ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 13 ઓગસ્ટ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 3.27 ઈંચ નોંધાયો હતો.
રાજ્યના 29 તાલુકામાં 1 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 29 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી લઈને 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા,આણંદ, અરવલ્લી, મહિસાગર, ડાંગ, પાટણ, તાપી જેવા જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 12 ઓગસ્ટ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 13 ઓગસ્ટ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વિગતવાર વરસાદના આંકડા જાણવા પીડીએફ જુઓ.
આજે આ જિલ્લાઓ માટે ચેતવણી જારી
હવામાન વિભાગે આજે 13 ઓગસ્ટ 2026, ગુરુવારે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
વધુમાં પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક ભાગોમાં હળવા વાવાઝોડા, વીજળી અને 30-40 કિમી/કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
દેશભરના 16 રાજ્યો માટે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
હવામાન વિભાગની આગાહી મુજબ, 16 રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે: ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્ર.
આ પણ વાંચોઃ- વડોદરામાં હડકાયા કૂતરાએ બચકાં ભરતાં યુવકને થયો રેબીઝ, અચાનક પોતાને જ બચકા ભરવા લાગ્યો
આ સમયગાળા દરમિયાન, 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. આ વરસાદને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.
