ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ! ગુજરાતમાં 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ, રાજકોટના પડઘરીમાં સૌથી વધુ 2.24 ઈંચ વરસાદ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ! ગુજરાતમાં 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ, રાજકોટના પડઘરીમાં સૌથી વધુ 2.24 ઈંચ વરસાદ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


At the moment Gujarat rain fall information: ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. અષાઢી બીજના દિવસે મેઘાએ અમીછાંટણા કર્યા હતા. જોકે, કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 112 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદનો નવો રાઉન્ડ શરું થતાં ખેડૂતોમાં ફરી ઉત્સાહની લાગણી પ્રસરી હતી.

ગુજરાતમાં 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ

ગુજરાત સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 16 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 17 જુલાઈ 2026 સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના પડઘરીમાં 2.24 ઈંચ નોંધાયો હતો. ત્યારબાદ સુરતના કામરેજમાં 1.81 ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના 9 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ 

વરસાદના મળેલા આંકડા પ્રમાણે ગુજરાતમં 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, આ પૈકી 9 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી લઈને 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે. 

તાલુકો વરસાદ(ઈંચમાં)
પડઘરી 2.24
કામરેજ 1.81
રાપર 1.69
માંગરોળ 1.5
બારડોલી 1.5
વલ્લભીપુર 1.3
ધાંગધ્રા 1.22
ટંકારા 1.18
નેત્રંગ 1.14

12 રાજ્યો માટે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી

હવામાન વિભાગની આગાહી મુજબ, 17 રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે આજે, 17 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ  ભારે વરસાદ પડશે. 

આ પણ વાંચોઃ- અમદાવાદની 149મી રથયાત્રા માટે PM મોદીએ દિલ્હીથી મોકલ્યો વિશેષ પ્રસાદ

આ સમયગાળા દરમિયાન 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *