કચ્છ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે ટ્રક અને પિકઅપ વાહન (બોલેરો કેમ્પર) વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં સાત શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ખાવડા નજીક આવેલા ‘રિન્યુએબલ એનર્જી પાર્ક’ની અંદર સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે બની હતી.
ટક્કર કેવી રીતે થઈ?
ખાવડા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર એમ.બી. ચાવડાના જણાવ્યા અનુસાર, ટ્રક અને બોલેરો કેમ્પર (પિકઅપ વાહન) વિરુદ્ધ દિશાઓમાંથી આવી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરો કેમ્પરનો કુરચો વળી ગયો હતો. પિકઅપ વાહનમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો આ અકસ્માતનો ભોગ બન્યા હતા.
કચ્છના ખાવડા RE પાર્ક પાસે ગંભીર અકસ્માત પિકઅપ વાહન અને ડમ્પર ટકરાતાં 4 થી 5 શ્રમિકોના મૃત્યુ, 20 ઈજાગ્રસ્ત #KutchAccident #Accident #Kutch #Gujarat https://t.co/xXvrhxIWhT
— DD Information Gujarati (@DDNewsGujarati) October 9, 2026
સાત શ્રમિકોના મોત
પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત બાદ સાત શ્રમિકો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયેલા બોલેરો કેમ્પરની અંદર ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. જોકે તેમના જીવ બચાવી શકાયા ન હતા. દરમિયાન 20 થી વધુ ઘાયલ શ્રમિકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘાયલોની ઓળખ કે તેમની હાલત અંગે વધુ વિગતો આપી નથી.
ભાવનગરમાં ભયાનક અકસ્માત, અલંગ શિપયાર્ડના 6 કર્મચારીઓના કરૂણ મોત
ઉલ્લેખનિય છે કે, બે દિવસ અગાઉ બુધવારના રોજ સવારે ભાવનગર જિલ્લામાં માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્રાપજ નજીક પુરપાટ ઝડપે આવતી બોલેરો કાર એક ટ્રેલરના પાછળના ભાગ સાથે અથડાતાં કારનો કચ્ચરઘણ નીકળી ગયો હતો. કારમાં સવાર અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડના છ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો…
