ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યાં જ ધોમધખતા તાપમાં પણ મતદાતાઓ મતદાન કેન્દ્ર પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપીયોગ કરી રહ્યા છે. આવામાં આણંદમાં મતદાન બુથ પર ફરજ દરમિયાન કર્મચારીનું મોત નિપજ્યું છે ત્યાં જ પાટણમાં પણ વૃદ્ધાનું હાર્ટ અટેકના હુમલાથી કેન્દ્ર પર જ મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
આણંદમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
આણંદના પેટલાદના સાંસેજ ગામના બુથ પર ફરજ પરના કર્મચારીનું મોત નિપજ્યું છે. સાંસેજ ગામે પેટલાદ તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું હતું. સાંસેજ ગામના બુથ 1 પર ફરજ બજાવતા અમિતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. અમિતભાઈ સોલંકી સાંસેજ ગ્રામપંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. ગ્રામજનો દ્વારા તેઓને તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તપાસ બાદ મૃત જાહેર કરાયા છે.
મહેસાણાના દેલા ગામે હજુ સુધી એક પણ મત ન પડતા તંત્રમાં દોડધામ
પાટણમાં વૃદ્ધાનું હાર્ટ અટેકથી મોત
બીજી ઘટનામાં પાટણના બીએમ સ્કૂલના મતદાન કેન્દ્ર પર બની હતી. મતદાન દરમ્યાન એક મતદારનું મોત નિપજ્યું છે. 65 વર્ષીય વૃદ્ધાનું હાર્ટ અટેકના હુમલાથી કેન્દ્ર પર જ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. કમળાબેન અનિલકુમાર સોલંકી નામના વૃદ્ધ મતદારના મોતની પુષ્ટિ થઈ છે.
