Gujarat native physique election voting reside: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. આજે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. રાજ્યની 17માંથી 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
રાજ્યના 4 કરોડથી વધુ મતદારો 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ખેલ છે. બીજી તરફ અત્યારે રાજ્યમાં મહત્તમ ગરમી 44 ડીગ્રીને વટાવી ગઈ છે ત્યારે મતદાતાઓને બુથ સુધી લાવવા માટે પ્રયત્નો કરવા પડશે.
-
Apr 26, 2026 07:50 IST
at this time reside information: તેલંગાણાના આલેર સ્ટેશન પહેલાં ચારમિનાર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી
તેલંગાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. યાદદ્રી ભુવનગિરી જિલ્લામાં આલેર રેલ્વે સ્ટેશન નજીક ચારમિનાર એક્સપ્રેસમાં આગ લાગી હતી. ટ્રેન આલેર સ્ટેશનની હદમાં હતી ત્યારે કોચ S5 માં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ અને નુકસાનનું પ્રમાણ તાત્કાલિક જાણી શકાયું નથી. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
જ્યારે આગ લાગી ત્યારે તેલંગાણાના યાદદ્રી ભુવનગિરી ખાતે આલેર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન હોવાનું કહેવાય છે. કોચ S5 માં આગ લાગી હતી. ટ્રેનને ઘટનાસ્થળે રોકી દેવામાં આવી હતી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
-
Apr 26, 2026 07:36 IST
Gujarat native physique election voting reside: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ
15 મહાનગરપાલિકામાં કુલ 261 વોર્ડ અને 1044 બેઠકો છે. જેમાંથી 43 બેઠકો બિનહરીફ થઇ છે. 84 નગરપાલિકાની 2624 બેઠકોમાંથી 385 બેઠકો બિનહરીફ છે. 34 જિલ્લા પંચાયતની 1090 બેઠકોમાંથી 52 બિનહરીફ છે અને 1038 બેઠકો પર મતદાન થશે. 260 તાલુકા પંચાયતની 5234 બેઠકોમાંથી 4976 બેઠકો પર મતદાન થશે. કુલ મળીને 25,537 ઉમેદવારો મેદાનમાં છે.
-
Apr 26, 2026 07:15 IST
Gujarat native physique election voting reside: મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ક્યાં કરશે મતદાન?
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શીલજ પ્રાથમિક શાળા ખાતે મતદાન કરશે. પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ ઠક્કરબાપાનગર ખાતે મારુતિ પ્લાઝાની સામે સરદાર પટેલ સ્કૂલમાં મતાધિકારનો ઉપયોગ કરશે.
-
Apr 26, 2026 07:13 IST
Gujarat native physique election voting reside: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સબ ઝોનલ ઓફિસ ખાતે મતદાન કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નારણપુરા અંકુર ચાર રસ્તા પાસે આવેલા કામેશ્વર મહાદેવ નજીક સબ ઝોનલ ઓફિસ ખાતે પરિવાર સાથે મતદાન કરશે.
-
Apr 26, 2026 07:11 IST
Gujarat native physique election voting reside: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા શરૂ
રાજ્યની 17માંથી 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગત વખતે 6 મનપાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ અને પંચાયતો અને નગરપાલિકાઓનું 23 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું.
-
Apr 26, 2026 07:10 IST
Gujarat native physique election voting reside: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. આજે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.
