VIDEO: કેચ છે કે ચમત્કાર! હાર્દિક પંડ્યાનો સુપરમેન કેચ જોઈને દંગ રહી જશો, વીડિયો જોઈને વિશ્વાસ નહીં આવે

VIDEO: કેચ છે કે ચમત્કાર! હાર્દિક પંડ્યાનો સુપરમેન કેચ જોઈને દંગ રહી જશો, વીડિયો જોઈને વિશ્વાસ નહીં આવે

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રવિવારે 5 મેચની સીરિઝ પૈકી ત્રીજી ટી20 મેચ રમાઈ રહી છે. આ દરમિયાન મેચમાં જો સૌથી વધુ ચર્ચા થઈ રહી હોય તો તે હાર્દિક પંડ્યાના કેચની છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એવો શાનદાર કેચ કર્યો, કે જેને જોઈને સ્ટેડિયમમાં ઉપસ્થિત લોકો દંગ રહી ગયા હતા.

પંડ્યાનો ઉડતો કેચ
પંડ્યાનો ઉડતો કેચ

IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રવિવારે 5 મેચની સીરિઝ પૈકી ત્રીજી ટી20 મેચ રમાઈ રહી છે. ગુવાહાટીમાં રમાઈ રહેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. જે સંપૂર્ણ રીતે સાચો સાબિત થયો. ટીમ ઇન્ડિયાના બોલર્સની ઘાતક બોલિંગના કારણે કીવી ટીમના બેટ્સમેન લાચાર જોવા મળ્યા. ભારતીય બોલર્સે ન્યૂઝીલેન્ડને 153 રન પર રોકી દીધું. આ દરમિયાન મેચમાં જો સૌથી વધુ ચર્ચા થઈ રહી હોય તો તે હાર્દિક પંડ્યાના કેચની છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એવો શાનદાર કેચ કર્યો, કે જેને જોઈને સ્ટેડિયમમાં ઉપસ્થિત લોકો દંગ રહી ગયા હતા.

ન્યૂઝીલેન્ડની ઇનિંગના ત્રીજા બોલ પર જ ડેવોન કોન્વેએ મોટો શોટ રમવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનું ટાઇમિંગ ખરાબ રહ્યું. આ દરમિયાન મિડ-ઓફ પર તહેનાત હાર્દિક પંડ્યાએ પોતાની ડાબી બાજુ શાનદાર ડાઇવ લગાવીને જોરદાર કેચ પકડી લીધો અને કોન્વેની ઇનિંગનો અંત કર્યો. આ કેચની સાથે જ ન્યૂઝીલેન્ડને પહેલી જ ઓવરમાં મોટો આંચકો લાગ્યો અને 6 રન પર એક વિકેટ પડી ગઈ.

ડેવોન કોન્વેએ હર્ષિત રાણાના બોલ પર સ્ટેપ આઉટ કરીને લેન્થ બોલને જગ્યા બનાવીને રમ્યો હતો, પરંતુ ફાયદો ઉઠાવી શક્યો નહીં. શોટ રમતી વખતે તેનું બેટ ફરી ગયું. બોલ મિડઓફ તરફ ગયો, જ્યાં પહેલાથી ઊભેલા હાર્દિક પંડ્યાએ શાનદાર છલાંગ લગાવી અને ગુલાટી મારીને પડી ગયો પરંતુ તેના હાથમાં કેચ છૂટ્યો નહીં. આમ ભારતને પહેલી સફળતા મળી ગઈ.

કોન્વે માટે ભારતનો પ્રવાસ અત્યાર સુધી કંઈ ખાસ રહ્યો નથી. તેણે વનડે સીરિઝમાં પહેલી મેચમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ ત્યાર બાદ તે સતત રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો. ટી20 સીરિઝમાં તે પોતાની લય બતાવી શક્યો નહીં. તમને જાણીને નવાઈ લાગશે, કે હર્ષિત રાણાએ આ પ્રવાસ પર પાંચ ઇનિંગમાં પાંચમી વાર કોન્વેનો શિકાર કર્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *