Final Up to date:
ભારતીય દર્શકોને ફિલ્મ હોમબાઉન્ડથી ઘણી આશા હતી. ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને જ્હાન્વી કપૂર જેવા સ્ટાર્સ લીડ રોલમાં હતા. ફિલ્મને સૌ કોઈએ પસંદ કરી છે.
નવી દિલ્હી: સિનેમા જગતના સૌથી મોટા એવોર્ડ 98માં એેકેડમી એવોર્ડનું રણશિંગૂ ફુંકાઈ ચુક્યું છે. આ વર્ષની મુખ્ય ઈવેન્ટ 15 માર્ચ 2026ના રોજ આયોજિત થશે. જેની કમાન ફેમસ કોમેડિયન કોનન ઓબ્રાયનના હાથમાં હશે. આ વખતે નોમિનેશનની યાદીમાં કેટલાય ચોંકાવનારા નામ અને શાનદાર ફિલ્મો સામેલ છે. જો કે ફિલ્મ હોમબાઉન્ડ બહાર થવાથી ભારતીય દર્શકો નિરાશ છે. ભારતીય દર્શકોને ફિલ્મ હોમબાઉન્ડથી ઘણી આશા હતી. ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને જ્હાન્વી કપૂર જેવા સ્ટાર્સ લીડ રોલમાં હતા. ફિલ્મને સૌ કોઈએ પસંદ કરી છે. નોમિનેશનથી બહાર થયા બાદ કરણ જૌહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ટીમનો જુસ્સો વધાર્યો છે.
અહીં મહત્ત્વની કેટેગરીના નોમિનેશન મેળવનારી ફિલ્મો અને હસ્તીઓની યાદી આપવામાં આવી છે
1. બેસ્ટ ફિલ્મ કેટેગરી
- બુગોનિયા (Bugonia)
- એફ1 (F1)
- ફ્રેકનસ્ટીન (Frankenstein)
- હૈમનેટ (Hamnet)
- માર્ટી સુપ્રીમ (Marty Supreme)
- વન બેટલ આફ્ટર અનધર (One Battle After One other)
- ધ સીક્રેટ એજન્ટ (The Secret Agent)
- સેન્ટિમેન્ટલ વેલ્યૂ (Sentimental Worth)
- સિનર્સ (Sinners)
- ટ્રેન ડ્રીમ્સ (Practice Goals)
2. લીડ અને સપોર્ટિંગ એક્ટર કેટેગરી
- સપોર્ટિંગ રોલ (એક્ટ્રેસ)-એલ ફેનિંગ (સેન્ટિમેન્ટલ વેલ્યૂ), એમી મેડિગન- વેપન્સ, વુનમી મોસાકૂ-સિનર્સ,ટેયાના ટેલર
- સપોર્ટિંગ રોલ(એક્ટર)- બેનિસિયો ડેલ ટોરો (વન બેટલ આફ્ટર અનધર), જૈકબ એલોર્ડી (ફ્રેંકનસ્ટીન), ડેલરોય લિંડો (સિનર્સ). શોન પેન
3. પટકથા અને નિર્દેશ (Screenplay)
- એડોપ્ટિેડ સ્ક્રીનપ્લે-ગિલર્મો ડેલ ટોરો (ફ્રેંકનસ્ટીન), ક્લો ઝાઓ (હેમનેટ), વિલ ટ્રેસી (બુગોનિયા), પોલ થોમસ એન્ડરસન.
- કાસ્ટિંગ- હૈમનેટ, માર્ટી સુપ્રીમ, સિનર્સ, ધ સીક્રેટ એજન્ટ
4. એનિમેટેડ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ
- એનિમેટેડ ફીચર ફિલ્મ-જૂટોપિયા2, એલિયો, કેપોપ ડેમન હંટર્સ, આર્કો.
- આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ- ધી સીક્રેટ એજન્ટ (બ્રાઝિલ), ઈંટ વોઝ જસ્ટ એન એક્સીડેન્ટ (ફ્રાન્સ), સેન્ટીમેન્ટલ વેલ્યૂ (નોર્વે), સિરાત (સ્પેન), ધ વોયલ ઓફ હિન્દ રઝાબ (ટ્યૂનિશિયા)
5. ટેક્નિકલ કેટેગરી
- વિઝુઅલ ઈફેક્ટ્સ- અવતાર: ફાયર એન્ડ એશ, જ્યૂરાસિક વર્લ્ડ રીબર્થ, એફ1, ધ લોસ્ટ બસ, સિનર્સ.
- સિનેમેટોગ્રાફી-ડૈન લોસ્ટસન (ફ્રેંકનસ્ટીન), ડેરિયસ ખોંજી (માર્ટી સુપ્રીમ), ઓટમ ડ્યૂરાલ્ડ (સિનર્સ)
- મેકઅપ અને હેરસ્ટાઈલિંગ- ફ્રેંકનસ્ટીન, સિનર્સ, ધ સ્મૈશિંગ મશીન, કોકુહો.
- પ્રોડક્શન ડિઝાઈન- ફ્રેંકનસ્ટીન, હૈમનેટ, માર્ટી સુપ્રીમ, સિનર્સ.
6. સંગીત
- ઓરિજિનલ સ્કોર- લુડવિગ ગોરાન્સન (સિનર્સ), એલેક્ઝેંડર ડેસ્પ્લેટ (ફ્રેંકનસ્ટીન), મેક્સ રિક્ટર (હેમનેટ)
- ઓરિજિનલ ગીત- ડિયર મી (રિલેંટલેસ), ગોલ્ડન (કેપોપ ડેમન હંટર્સ), આઈ લાઈડ ટૂ યૂ (સિનર્સ).
7. ડોક્યુમેન્ટ્રી અને શોર્ટ ફિલ્મ્સ
- ડોક્યુમેન્ટ્રી ફીચર- ધ અલમાબા સોલ્યૂશન, કટિંગ થ્રૂ રોક્સ, મિસ્ટર નોબડી અગેંસ્ટ પુતિન.
- એનિમિટેડ શોર્ટ ફિલ્મ-બટરફ્લાઈ, ફોરએવરગ્રીન, ધ ગર્લ હૂ ક્રાઈડ પર્લ્સ.

