Uttaryan 2026 Climate: પતંગ રસિયોની મોજે મોજ! ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, હવામાન નિષ્ણાંતોએ શું કરી આગાહી?

Uttaryan 2026 Climate: પતંગ રસિયોની મોજે મોજ! ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, હવામાન નિષ્ણાંતોએ શું કરી આગાહી?

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Uttarayan 2026 climate forecast: પતંગ રસિયાઓ જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે એ દિવસ આવી ગયો છે. સાથે સાથે સારા સમાચાર પણ છે. કારણ કે આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે. જેથી પતંગ રસિયાઓને મોજ પડી જશે. પવનની ગતિ સાનુકૂળ રહેવાની હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે. આ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 7થી 11 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે. જ્યારે સવારના સમયે ધુમ્મસ ભર્યું વાતાવરણ પણ રહેવાની શક્યતાઓ સેવી છે.

ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે?

હવામાન નિષ્ણાંતો પ્રમાણે ઉત્તરાયણના દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી સારો પવન રહેશે. પતંગ રશિયાઓ માટે પવન સાનુકૂળ રહેશે. 7થી 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 

આ પવનની ગતિ પતંગ ચગાવવા માટે સાનુકૂળ છે. માટે આ વખતે સવારના સમયે પતંગ ચગાવવો પતંગબાજો માટે સરળ રહેશે. જોકે, બપોર અને સાંજે પવનની ગતિ ધીમી પડશે. બપોર પછી પતંગ રશિયાઓને પતંગ ચગાવવા માટે થોડી મહેનત કરવી પડશે. 

વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે?

વાસી ઉત્તરાયણના પવન અંગે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના મત પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 જાન્યુઆરી 2026ના દિવસે પણ ઉત્તરાયણના દિવસ કરતા પવન સામાન્ય ઘટી શકે છે. જોકે, આ દિવસે પણ પતંગ રસિકો માટે પવન અનુકૂળ રહેશે.

14 અને 15 જાન્યુઆરીએ વાતાવરણ કેવું રહેશે?

હવામાન વિભાગ પ્રમાણે ઉત્તરયાણ અને વાસી ઉત્તરાયણ એટલે કે 14 અને 15 જાન્યુઆરી 2026ના દિવસે વહેલી સવારે શહેર-ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે અને સવારે થોડી ઝાકળ પણ જોવા મળી શકે છે. દિવસ દરમિયાન વાતાવરણ ખુલ્લું અને મોસમ અનુકૂળ રહેશે.

ગુજરાતમાં કેવી પડી રહી છે ઠંડી?

ગુજરાતમાં અત્યારે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી પહોંચી ગયું છે. મોટાભાગના શહેરોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે અત્યારે નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. 

આ પણ વાંચોઃ- Makar Sankranti 2026: આર્થિક તંગીથી બચવા માટે મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કરો દાન, કોણે કઈ વસ્તુઓનું દાન કરવું?

6 ડિગ્રી લઘુત્ત તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. આ ઉપરાંત ભૂજમાં 8.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 7.9 ડિગ્રી, અમરેલીમાં 9.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *