Makar Sankranti Particular Meals Recipe: મકરસંક્રાંતિનો તહેવાર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર મકર રાશિમાં સૂર્યના ગોચરને ચિહ્નિત કરવા માટે માનવામાં આવે છે. આ દિવસે સમગ્ર ભારતમાં દાન, સ્નાન અને વિશેષ પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા પણ છે. મકર સંક્રાંતિને ઉત્તરાયણ પણ કહેવાય છે.
મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળ માંથી બનેલી વસ્તુઓનું સેવન ખૂબ જ શુભ માનવામાં આવે છે. મોટાભાગના લોકો મકરસંક્રાંતિ પહેલા તલ ગોળના લાડુ બનાવે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તે બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ વખતે તમે તલ મગફળી અને ગોળથી બનેલા લાડુ અજમાવી શકો છો. આ લાડુ સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.
તલ, મગફળી, ગોળના લાડુ ખાવાના ફાયદા
તલ અને મગફળી શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. હકીકતમાં, તલમાં કેલ્શિયમ, આયર્ન અને ફાઇબર વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તો મગફળી પ્રોટીન અને તંદુરસ્ત ચરબીનો સારો સ્ત્રોત છે, જે શરીરમાં ઉર્જા જાળવી રાખે છે. આ લાડુમાં ગોળ ઉમેરવામાં આવે છે, જે લોહીની ઉણપ દૂર કરવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદગાર છે.
તલ મગફળી ગોળ લાડુ બનાવવા માટે સામગ્રી
સફેદ તલ – 1 કપ
ગોળ – 1 કપ
મગફળી – 1 કપ
ઘી – 1 થી 2
એલચી પાઉડર – 2 ચમચી
ઘરે તલ મગફળી ગોળના લાડુ કેવી રીતે બનાવવા?
તલ મગફળીના ગોળનો લાડુ બનાવવા માટે, એક કઢાઇમાં સૌ પ્રથમ તલ ગેસ પર ધીમા તાપે શેકો, જ્યાં સુધી તે સહેજ સોનેરી ન થાય. પછી તલને અલગ વાસણમાં કાઢી લો. હવે સીંગદાણાને પણ શેકી લો. સીંગદાણા ઠંડા થયા બાદ તેના ફોંતરા કાઢી સાફ કરી લો. જો તમે ઇચ્છો તો સીંગદાણા અને તલને સહેજ ખાંડી પણ શકો છો.
હવે કઢાઇમાં એક કઢાઇમાં ઘી અને ગોળનો પાયો બનાવો. જ્યારે ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યારે તેમાં શેકેલા તલ અને સીંગદાણા ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. આ પછી છેલ્લે એલચી પાવડર ઉમેરી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો.
આ પણ વાંચો | ઉત્તરાયણ સ્પેશિયલ કાઠિયાવાડી ઊંધિયું રેસીપી, બજારથી વધુ સ્વાદિષ્ટ બનશે
હવે ગેસ બંધ કરો અને મિશ્રણને સહેજ ઠંડુ થવા દો. જેવું જ મિશ્રણ થોડુંક ઠંડુ થાય ત્યારે હાથમાં તેલ અને પાણી લગાવી ગોળ લાડુ બનાવો. આ રીતે બનાવેલા તલ ગોળના ગાડુ 10 થી 15 દિવસ સુધી ફ્રેશ રહે છે.
