Right now Newest Information Replace in Gujarati 5 January 2026: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને અમેરિકા દ્વારા પદથી હટાવવા અને તેમની ધરપકડ બાદ ઉભી થયેલી સ્થિતિ પર ઇમરજન્સી બેઠક કરશે. બીજી તરફ સોમવારે સ્વિસ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેણે વેનેઝુએલાના અપદસ્થ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અથવા તેમના સહયોગીઓની સ્વિટ્ઝરલેન્ડમાં રહેલી તમામ સંપતિઓને તત્કાલ પ્રભાવથી ફ્રીજ કરવાનો નિર્ણય લીધો છે.
-
Jan 05, 2026 23:29 IST
Right now Information Stay: બાંગ્લાદેશમાં હિન્દુ પત્રકારની માથામાં ગોળી મારીને હત્યા
બાંગ્લાદેશમાં વધુ એક હિંસક ઘટના બની છે. એક હિન્દુ વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ 45 વર્ષીય રાણા પ્રતાપ તરીકે થઈ છે. તે એક ફેક્ટરી માલિક અને એક અખબારના કાર્યકારી સંપાદક હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, રાણા પ્રતાપ સામે અગાઉ અનેક કેસ નોંધાયેલા હતા.
-
Jan 05, 2026 21:02 IST
Right now Information Stay: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વેનેઝુએલાની સ્થિતિ પર ચર્ચા કરશે
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને અમેરિકા દ્વારા પદથી હટાવવા અને તેમની ધરપકડ બાદ ઉભી થયેલી સ્થિતિ પર ઇમરજન્સી બેઠક કરશે. બીજી તરફ સોમવારે સ્વિસ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેણે વેનેઝુએલાના અપદસ્થ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અથવા તેમના સહયોગીઓની સ્વિટ્ઝરલેન્ડમાં રહેલી તમામ સંપતિઓને તત્કાલ પ્રભાવથી ફ્રીજ કરવાનો નિર્ણય લીધો છે.
-
Jan 05, 2026 18:03 IST
Right now Information Stay: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકાના ઓહિયોમાં જેડી વેન્સના નિવાસસ્થાન પર એક શખ્સે હુમલો કર્યો હતો. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપીઓએ અચાનક જેડી વેન્સના ઘરમાં તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે હુમલા સમયે જેડી વેન્સ હાજર ન હતા. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
-
Jan 05, 2026 17:19 IST
Right now Information Stay: બાંગ્લાદેશે આઈપીએલના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો
બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોમવારે માહિતી આપી હતી કે આઈપીએલની મેચોનું બાંગ્લાદેશમાં પ્રસારણ કરવામાં આવશે નહીં. તેમણે બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનને 2026 સિઝન માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) ટીમમાંથી બાકાત રાખવાના નિર્ણયને આ પ્રતિબંધ પાછળનું કારણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે મુસ્તાફિઝુર રહેમાનને આઈપીએલમાંથી બાકાત રાખવાથી બાંગ્લાદેશના નાગરિકો દુ:ખી અને ગુસ્સે થયા છે, જેના કારણે લીગનું પ્રસારણ કરવામાં આવશે નહીં.
-
Jan 05, 2026 11:53 IST
Right now Information Stay: ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને રાહત નકારી, સુપ્રીમ કોર્ટે પાંચ અન્ય આરોપીઓને જામીન આપ્યા
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો પાછળના કાવતરામાં શરજીલ ઇમામ અને ઉમર ખાલિદની કથિત સંડોવણી સ્વીકારી. જોકે, કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સાક્ષીઓની પૂછપરછ પૂર્ણ થતાંની સાથે જ, અથવા મહત્તમ એક વર્ષની અંદર, બંને આરોપીઓ નીચલી અદાલતમાં જામીન માટે ફરીથી અરજી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને આ આદેશથી પ્રભાવિત થયા વિના કેસની જાતે વિચારણા કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
આ જ કેસમાં, સુપ્રીમ કોર્ટે પાંચ અન્ય આરોપીઓ – ગુલ્ફિશા ફાતિમા, મીરાં હૈદર, શિફા ઉર રહેમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાદાબ અહેમદ – ની સતત કેદ જરૂરી ન ગણી અને તેમની જામીન અરજીઓ મંજૂર કરી.
-
Jan 05, 2026 08:52 IST
Right now Information Stay: વહેલી સવારે આસામમાં ભૂકંપના આંચકા, અનેક પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
સોમવારે વહેલી સવારે આસામના મોરીગાંવમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સવારે 4:17 વાગ્યે અનુભવાયો હતો.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે આ ભૂકંપ આસામના અનેક જિલ્લાઓ અને મેઘાલયના શિલોંગમાં અનુભવાયો હતો. બ્રહ્મપુત્ર નદીના દક્ષિણ કિનારે આવેલા મોરી જિલ્લામાં આ ભૂકંપના આંચકા નોંધાયા હતા.
-
Jan 05, 2026 07:27 IST
Right now Information Stay: ટ્રમ્પ વહિવટી તંત્રની હવે વેનેજુએલાના ઉપરાષ્ટ્રપતિને ધમકી
વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે વચગાળાના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું છે. મજબૂત ડાબેરી પૃષ્ઠભૂમિ ધરાવતા નેતા રોડ્રિગ્ઝે અગાઉ માદુરો સાથે પોતાની એકતા વ્યક્ત કરી હતી અને તેમને દેશના વહીવટના એકમાત્ર વડા માનતા હતા.
દરમિયાન અમેરિકાએ રોડ્રિગ્ઝને એક નવી ધમકી આપી છે, જેમાં જો તે ટ્રેક પર નહીં રહે તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગયા દિવસે આવા દાવા કર્યા બાદ વોશિંગ્ટને સોમવારે તેના અગાઉના વલણથી યુ-ટર્ન લેતા કહ્યું કે તે વેનેઝુએલા પર શાસન કરશે નહીં.
-
Jan 05, 2026 07:26 IST
Right now Information Stay: આજે અમેરિકી કોર્ટમાં માદુરોની પહેલી પેશી થશે
અમેરિકન સૈન્ય દ્વારા રાષ્ટ્રપતિ નિકોલો માદુરો પર આક્રમણ કરીને ધરપકડ કરવામાં આવ્યા બાદ વેનેઝુએલા અશાંતિમાં છે. ઓપરેશન એબ્સોલટ રિઝોલ્વ હેઠળ રાષ્ટ્રપતિ નિકોલો માદુરોને યુએસ સૈનિકો દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ફ્રાન્સિસ્કો માદુરોને સોમવારે અથવા આજે મેનહટન ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમના પર 25 વર્ષ જૂના નાર્કો-ટેરરિસ્ટ કાવતરાનું નેતૃત્વ કરવાનો આરોપ છે.
