Darjeeling : દાર્જિલિંગ
દાર્જિલિંગ પશ્ચિમ બંગાળમાં હિમાલયની તળેટીમાં આવેલું સુંદર હિલસ્ટેશન છે. અહીંથી હિમાલયના કંચનગંગા શિખરનો નયનરમ્ય નજારો જોવા મળે છે. ચાના બગીચાની સુગંઘ, ટોય ટ્રેનની મુસાફરી, સુંદર બગીચા, લીલીછમ ખીણ, વાદળ સાથે વાતો કરતા પહાડ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. અહીં ટાઇગર હિલ, બતાસિયા લૂપ અને બૌદ્ધ મઠ જોવાલાયક છે.
