SRH vs LSG IPL 2026: શમીની ઘાતક બોલિંગ પર રિષભ પંત ભારે પડ્યો, લખનૌ 5 વિકેટથી જીત્યું, જાણો મેચ હાઈલાઈટ્સ

SRH vs LSG IPL 2026: શમીની ઘાતક બોલિંગ પર રિષભ પંત ભારે પડ્યો, લખનૌ 5 વિકેટથી જીત્યું, જાણો મેચ હાઈલાઈટ્સ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 ની રવિવારની SRH vs LSG મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરનાર લખનૌના કેપ્ટન ઋષભ પંતનો નિર્ણય શરૂઆતમાં સાચો સાબિત થયો હતો, પરંતુ મધ્ય ઓવરોમાં હૈદરાબાદના બેટ્સમેનોએ વળતો પ્રહાર કર્યો અને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 156 રન બનાવ્યા. લખનૌને જીત માટે 157 રનનો ટારગેટ આપ્યો. 

રિષભ પંત જીતનો બાજીગર 

157 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ માટે એડન માર્કરામ અને મિશેલ માર્શે મજબૂત શરૂઆત કરી હતી. લખનૌની શરુઆત સારી રહી, મારકમ અને માર્શએ લડાયક રમત બતાવી. મારક્રમ 45 રન બનાવી અને માર્શ 14 રન બનાવી આઉટ થયો. રિષભ પંત 68 રન બનાવી અણનમ રહ્યો અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. 

લખનૌ સુપર જાયન્ટ્સ સ્કોરબોર્ડ

  • એડન મારક્રમ : 27 બોલમાં 45 રન (6 ચોગ્ગા, 2 છગ્ગા)
  • મિશેલ માર્શ : 12 બોલ 14 રન (2 ચોગ્ગા)
  • રિષભ પંચ : અણનમ 50 બોલ 68 રન (9 ચોગ્ગા)
  • આયુષ બડોની : 9 બોલ 12 રન (એક ચોગ્ગો)
  • નિકોલસ પુરન : 4 બોલ 1 રન 
  • અબ્દુલ સમદ : 12 બોલ 16 રન (2 ચોગ્ગા)
  • મુકુલ ચૌધરી : અણનમ 5 બોલ 2 રન

શમીનો ‘સુપર સ્પેલ’ અને હૈદરાબાદનું ટોપ ઓર્ડર ધરાશાયી

મેચની શરૂઆતમાં લખનૌના અનુભવી પેસર મોહમ્મદ શમીએ કહેર વર્તાવ્યો હતો. તેણે પોતાની પ્રથમ જ ઓવરમાં અભિષેક શર્માને શૂન્ય રને આઉટ કરીને હૈદરાબાદને આંચકો આપ્યો હતો. બાદમાં  ટ્રેવિસ હેડ (7) અને કેપ્ટન ઇશાન કિશન (1) રન બનાવી પેવેલિયન ભેગા થતા હૈદરાબાદનો સ્કોર 11 રનમાં 3 વિકેટ થઈ ગયો હતો. શમીએ તેના 4 ઓવરના સ્પેલમાં માત્ર 9 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી.

ક્લાસેન અને નીતિશ રેડ્ડીની પાર્ટનરશિપ

જ્યારે હૈદરાબાદ 35 રનમાં 4 વિકેટ ગુમાવીને સંકટમાં હતું, ત્યારે હેનરિક ક્લાસેન અને યુવા નીતિશ કુમાર રેડ્ડીએ બાજી સંભાળી હતી. આ બંનેએ પાંચમી વિકેટ માટે 116 રનની મહત્વની ભાગીદારી કરી હતી. મેચમાં ક્લાસેન 62 રન અને રેડ્ડીએ મહત્વના 56 રન બનાવ્યા હતા. 

  • હેનરિક ક્લાસેન: 41 બોલમાં 62 રન (5 ચોગ્ગા, 2 છગ્ગા)
  • નીતિશ કુમાર રેડ્ડી: 33 બોલમાં 56 રન (3 ચોગ્ગા, 5 છગ્ગા)

આ જોડીએ 11 થી 15 ઓવરની વચ્ચે 79 રન ઝૂડી કાઢ્યા હતા, જેમાં દિગ્વેશ સિંહ રાઠીની ઓવરમાં રેડ્ડીએ ત્રણ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.

લખનૌની વાપસી અને અંતિમ સ્કોર

ડેથ ઓવરોમાં લખનૌના આવેશ ખાને શાનદાર વાપસી કરી હતી. તેણે સેટ બેટ્સમેન ક્લાસેન અને હર્ષ દુબેને સતત બે બોલમાં આઉટ કરીને હૈદરાબાદની રન ગતિ પર બ્રેક લગાવી હતી. હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી શમી (2/9), પ્રિન્સ યાદવ (2/34) અને આવેશ ખાન (2/36) સફળ રહ્યા હતા.

આ પણ વાંચો | GT vs RR: અશોક શર્મા એ IPL 2026 નો સૌથી ઝડપી બોલ ફેંક્યો



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *