Silver Payal Bichiya Cleansing Suggestions : સનાતન ધર્મમાં પાયલ અને વીંટી સુહાગની નિશાની માનવામાં આવે છે. ઘણી કુંવારી છોકરીઓ ચાંદીના પાપલ પહેરવાનું પણ પસંદ કરે છે. જો કે, પગની વીંટી માત્ર પરિણીત મહિલાઓ જ પહેરે છે. તે વારંવાર બદલવામાં આવતી નથી. આવી સ્થિતિમાં, ઘણી વખત પરસેવા, ધૂળ, તેલ અથવા સાબુ જેવી વસ્તુઓને કારણે તેમની ચમક ઝાંખી થઈ જાય છે.
ઘણી વખત ખારા પાણીના લીધે પણ ચાંદીના દાગીના કાળા થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે ચાંદી મીઠું પાણી, હવા, પરસેવો, સૌંદર્ય પ્રસાધનોના સંપર્કમાં આવે છે, ત્યારે તેમાં હાજર સલ્ફર સંયોજન સિલ્વર સલ્ફાઇડ બનાવે છે. આને કારણે ઘરેણાંની સપાટી પર કાળો સ્તર જમા થાય છે. તેને દૂર કરવા માટે તમે અહીં આપેલી સરળ રીત અનુસરી શકો છો.
આ વસ્તુઓની જરૂર પડશે
- 1 ચમચી બેકિંગ સોડા
- 1 ચમચી મીઠું
- એલ્યુમિનિયમ ફોઇલનો ટુકડો
- ગરમ પાણી
- બાઉલ
- નરમ કપડું
સૌ પ્રથમ એક વાસણમાં એલ્યુમિનિયમ ફોઇલ મૂકો. ત્યારબાદ બાઉલમાં બેકિંગ સોડા અને મીઠું નાંખો. હવે બાઉલમાં ગરમ પાણી રેડો. પછી તમારે આ પાણીમાં ચાંદીની ઘરેણાં એવી રીતે મૂકવા જેથી તે એલ્યુમિનિયમની કોઇલને સ્પર્શ કરે. આ પાણીમાં ચાંદીના દાગીના 5 – 10 મિનિટ માટે ડુબાડી રાખો. આમ કરવાથી ચાંદીના દાગીનાની કાળાશ દૂર થવા લાગશે. છેલ્લે ચોખ્ખા પાણીથી ધોઈ નાખો અને નરમ કપડાથી કોરા કરી લો.
ચાની ભૂકી અને ડિટર્જન્ટથી સાફ કરો
એક વાસણમાં ચાની ભૂકી, ડિટર્જન્ટ અને પાણી નાંખો. આ પાણીને ગરમ કરો. તેમા ચાંદીની પાયલ, વીંટી, ચેઇન જેવા દાગીના 5-7 મિનિટ સુધી ઉકળવા દો. ગરમ પાણી ગંદકી અને કાળાશ દૂર કરવામાં મદદ કરશે. ત્યારબાદ ચાંદીના દાગીના પાણી માંથી બહાર કાઢી લો. તેને બ્રશ વડે સાફ ઘસો અને સ્વચ્છ પાણીમાં ધોઇને કોરા કરી લો.
સરકો અને બેકિંગ સોડા
તમે ચાંદીની પાયલ, વીંટી જેવા દાગીના સાફ કરવા માટે સરકો અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. એક કપ સરકોમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરો. આ દ્રાવણમાં ચાંદીના દાગીના ડુબાડી રાખો. પછી તેને બહાર કાઢી બ્રશથી ઘસો. છેલ્લે સ્વચ્છ પાણીમાં ધોઇ તેને સુકા નરમ કપડા વડે સાફ કરી લો.
