MPL T20 2026 : નેક ટાઇટન્સને હરાવી LK સુપરકિંગ્સ બન્યું ચેમ્પિયન

MPL T20 2026 : નેક ટાઇટન્સને હરાવી LK સુપરકિંગ્સ બન્યું ચેમ્પિયન

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Mehsana Premier League : શહેરના એમએસસીએ સ્પોર્ટ્સ એકેડેમી મેદાન ખાતે રવિવારે સાંજે ભારે રોમાંચક વચ્ચે મહેસાણા પ્રીમિયર લીગ T20 2026 ફાઈનલ મેચ રમાઇ હતી. નેક ટાઈટન્સને 10 વિકેટથી હરાવી એલકે સુપરકિંગ્સ ચેમ્પિયન બન્યું છે. યુવા ફાસ્ટ બોલર ધ્યાન મેવાડાએ તરખાટ મચાવ્યો હતો. માત્ર 22 રનમાં 5 વિકેટ ઝડપી હતી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.  નેક ટાઇટન્સે 20 ઓવરમાં 9 વિકેટે 118 રન બનાવ્યા હતા. જવાબમાં એલકે સુપરકિંગ્સે 16.2 ઓવરમાં વિના વિકેટે પડકાર મેળવી લીધો હતો.

એલકે સુપરકિંગ્સના કેપ્ટન મહેશ પટેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ધ્યાનના તરખાટ સામે નેક ટાઇટન્સની શરૂઆત ખરાબ રહી હતી. ફાસ્ટ બોલર ધ્યાને પોતાની પ્રથમ ઓવરમાં જ 3 ખેલાડીને આઉટ કરીને હરીફ ટીમને સ્તબ્ધ કરી દીધી હતી. ટીમે 5 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.

ધ્યાન મેવાડાએ 22 રનમાં 5 વિકેટ ઝડપી

ધ્યાને તેની બીજી ઓવરમાં આરવ ચૌધરીને 20 રને આઉટ કર્યો હતો. આ પછી તેણે અરમાનને આઉ કરીને પોતાની 5 વિકેટ પુરી કરી હતી. પ્રદીપ ચૌધરીએ 29 અને વિપુલકુમાર પરમારે 38 રન બનાવી બાજી સંભાળી હતી. ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 118 રન બનાવી શકી હતી. ધ્યાને 4 ઓવરમાં 22 રન આપી સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. ધાર્મિક પટેલ અને ઉત્સવરાજ ચુડાસમાને 1-1 વિકેટ મળી હતી.

MPL T20 2026 Final Match
મહેસાણા પ્રીમિયર લીગ ટી20 2026 ફાઇનલ મેચ એવોર્ડ સેરેમનીમાં આયોજક કોચ અમન દૂબે અને મહેશ ચૌધરીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. {Photograph}: (Video Seize)

નેક ટાઇટન્સ તરફથી મળેલા 119 રનના ટારગેટનો પીછો કરતાં એલકે સુપરકિંગ્સે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 16.2 ઓવરના અંતે 119 રન બનાવી ફાઇનલ મેચ જીતી લીધી હતી. જેમાં દેવ પરમારે સ્ફોટક બેટીંગ કરતાં 57 બોલમાં 72 રન અને ઉત્સવ ચૂડાસમાએ 41 બોલમાં 42 રન બનાવ્યા હતા. 

મહેસાણા પ્રીમિયર લીગ ટી20 2026 ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બેટ્સમેન ઉત્સવ ચૂડાસમા અને બેસ્ટ બોલરનો એવોર્ડ ધ્યાન મેવાડાને મળ્યો હતો. આ પ્રસંગે ટુર્નામેન્ટ આયોજક અને કોચ અમન દૂબે અને મહેશ ચૌધરીએ મેચમાં હાર જીત કરતાં ખેલદિલી અને રમતમાં પોતાનું કૌશલ્ય વધારવા પર ભાર મુકી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *