Sanchita Ugale Dies: ‘કુમકુમ ભાગ્ય’ફેમ અભિનેત્રી સંચિતા ઉગાલેએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી છે. તે 22 વર્ષની હતી. પીટીઆઈના જણાવ્યા અનુસાર સંચિતા રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ નાલાસોપારા વિસ્તારમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી, જ્યારે તે એકલી હતી. જોકે આ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ઘટના સમયે ઘરે કોઇ હાજર ન હતું
આ ઘટના રવિવારે સાંજે 6:30 થી 7:30 વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે અભિનેત્રી તેના પરિવાર સાથે નાલાસોપારા વિસ્તારમાં રહેતી હતી અને ઘટના સમયે ઘરે બીજું કોઈ હાજર ન હતું. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે સંચિતાએ પોતાની સાડી સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આ કેસ હાલમાં તપાસ હેઠળ છે. સંચિતાએ નાના પડદા અને મોટા પડદા બંને પર કામ કર્યું હતું.
એક પોલીસ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે પોલીસની ટીમે ઘટના વિશે એલર્ટ મળતા તરત જ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. અમને સ્થળ પરથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી અને કોઈ સુસાઇડ નોટ મળી આવી ન હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અભિનેત્રીના પિતા તેના મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવતા નથી.
સંચિતા ઉગાલેની અંતિમ પોસ્ટ
આત્મહત્યા કરતા થોડા સમય પહેલા સંચિતાએ 14 જૂનના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તે “ડફલી વાલે ડફલી બાજા” ગીત પર કેમેરો લઇને રીલ બનાવતી જોવા મળી હતી. તેના ચહેરા પર સ્માઇલ જોવા મળતી હતી. આ પોસ્ટ જોયા પછી સંચિતાના ચાહકો વિશ્વાસ કરી શકતા નથી કે તેણીએ આવું પગલું ભર્યું છે.
ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ, કલાકારોનો જમાવડો, જાણો મૂવી ક્યારે રિલીઝ થશે
સંચિતાએ આ શોમાં કામ કર્યું હતું
અભિનેત્રી સંચિતાએ “કુમકુમ ભાગ્ય,” “દિલવાલી દુલ્હા લે જાયેંગે,” અને “સાજન ઘર” સહિત અનેક શોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે વિકી કૌશલની સુપરહિટ ફિલ્મ છાવામાં તારાબાઈની ભૂમિકા ભજવી હતી.
