Pageant Particular Trains 2026: પર્યુષણ અને દિવાળી દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ બે તહેવાર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ અને દાદર-હઝરત નિઝામુદ્દીન વચ્ચે વિશેષ ભાડા સાથે દોડશે.
રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09023/09024 માટેનું બુકિંગ 11 સપ્ટેમ્બર 2026ના રોજ અને ટ્રેન નંબર 04001 માટેનું બુકિંગ 12 સપ્ટેમ્બર 2026ના રોજ તમામ PRS કાઉન્ટર્સ અને અધિકૃત IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
બાંદ્રા-ભાવનગર સ્પેશિયલ બે ફેરા કરશે
પશ્ચિમ રેલવે અનુસાર, ટ્રેન નંબર 09023/09024 બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર ટર્મિનસ વચ્ચે બે તહેવાર સ્પેશિયલ ફેરા કરશે. આ ટ્રેન 15 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે 7:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 10:30 વાગ્યે ભાવનગર પહોંચશે.
પરત મુસાફરીમાં આ ટ્રેન 16 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:40 વાગ્યે ભાવનગરથી ઉપડશે અને 17 સપ્ટેમ્બરના રોજ સવારે 7:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
દાદર-નિઝામુદ્દીન AC સ્પેશિયલ 14 ફેરા કરશે
રેલવેએ દાદર-હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટ AC સ્પેશિયલ (ટ્રેન નંબર 04001/04002) ચલાવવાની પણ જાહેરાત કરી છે. આ સ્પેશિયલ ટ્રેન કુલ 14 ફેરા કરશે અને તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોને નિયમિત સેવા પૂરી પાડશે.
આ પણ વાંચો: “મારા ડેટાબેઝમાં 12 હજાર રાજીવ ગાંધી છે”; ગુજરાતમાં ચૂંટણી તૈયારીઓ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે કેમ કહ્યું આવું?
દાદરથી આ ટ્રેન 15 ઓક્ટોબરથી 26 નવેમ્બર 2026 સુધી દર ગુરુવારે દોડશે, જ્યારે હઝરત નિઝામુદ્દીનથી તે 13 ઓક્ટોબરથી ૨૪ નવેમ્બર 2026 સુધી દર મંગળવારે દોડશે.
ટિકિટ બુકિંગ ક્યારે શરૂ થશે?
રેલવેએ બંને ટ્રેનો માટે બુકિંગની તારીખો પણ નક્કી કરી લીધી છે. બાંદ્રા-ભાવનગર સ્પેશિયલ (09023/09024) માટેનું રિઝર્વેશન 11 સપ્ટેમ્બર, 2026ના રોજ શરૂ થશે, જ્યારે દાદર-હઝરત નિઝામુદ્દીન સ્પેશિયલ (04001) માટેનું બુકિંગ 12 સપ્ટેમ્બર, 2026ના રોજ શરૂ થશે.
મુસાફરો તમામ PRS રિઝર્વેશન કેન્દ્રો અને અધિકૃત IRCTC વેબસાઇટ દ્વારા આ ટ્રેનો માટે ટિકિટ બુક કરાવી શકશે.
