72 માં નેશનલ ફિલ્મ એવોર્ડ પર ચાલી રહેલા વિવાદ પર પરેશ રાવલે આપી પ્રતિક્રિયા, કહ્યું – શું ગુજરાત પાકિસ્તાનમાં છે?

મનોરંજન ENTERTAINMENT
Spread the love


72th Nationwide Movie Award 2026 : નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ આ વખતે દિલ્હીમાં નહીં પરંતુ ગુજરાતમાં યોજાવાનો છે. 72 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે દેશના આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન રાજધાની દિલ્હીની બહાર કરવામાં આવશે. સમારોહનું સ્થળ બદલવા અંગે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે.

પરેશ રાવલનો જવાબ

એક કાર્યક્રમ દરમિયાન પરેશ રાવલને પૂછવામાં આવ્યું કે 72માં નેશનલ ફિલ્મ એવોર્ડની સેરેમની દિલ્હીને બદલે ગુજરાતમાં યોજવા પર વિશે તમારું શું કહેવું છે. ત્યારે અભિનેતાએ સ્પષ્ટ અંદાજમાં જવાબ આપ્યો હતો. તેમણે એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે તો શું થયું? શું ગુજરાત બાંગ્લાદેશમાં કે પાકિસ્તાનમાં છે? તે પણ આપણા દેશનો એક ભાગ છે. 

પરેશ રાવલે વધુમાં કહ્યું કે ગુજરાતમાં આવા કાર્યક્રમો કેમ ન યોજવા જોઈએ? તેમના મતે આવી મોટી ઇવેન્ટ  દેશના અલગ-અલગ રાજ્યોમાં પણ થવી જોઈએ. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે 26 જાન્યુઆરીની પરેડ દિલ્હીમાં થાય છે, પરંતુ અન્ય રાજ્યોમાં પણ અન્ય પ્રકારના રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરી શકાય છે. 

અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે રાજકારણીઓનું કામ આ બાબતો પર સવાલ ઉઠાવવાનું છે, પરંતુ તેમનો પ્રશ્ન એ છે કે શું ગુજરાત આપણા દેશનો ભાગ નથી?

રાજ ઠાકરેએ સવાલ ઉઠાવ્યો હતો

ફિલ્મ નિર્માતા રાહુલ ધોળકિયા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ ગુજરાતમાં યોજનારા નેશનલ ફિલ્મ એવોર્ડની સેરેમની અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જો એવોર્ડ સમારોહનું સ્થાન બદલવું હતું તો તે મુંબઈમાં કેમ ન આયોજીત કરાયો?

નેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2026 ગુજરાતના કેવડિયામાં યોજાશે

લોકેશન બદલવાના આ સવાલો વચ્ચે પરેશ રાવલનું નિવેદન હવે ચર્ચામાં છે. 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દિલ્હીને બદલે ગુજરાતના કેવડિયામાં યોજાશે. આ સમારોહ 22 સપ્ટેમ્બરના રોજ યોજાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *