Milky Mist પનીરને લઈને વિવાદ, એક્સપાયરી પહેલાં જ પેકેટ ફૂલાઈ ગયું; ડોક્ટરની પોસ્ટ બાદ મચ્યો ખળભળાટ

Milky Mist પનીરને લઈને વિવાદ, એક્સપાયરી પહેલાં જ પેકેટ ફૂલાઈ ગયું; ડોક્ટરની પોસ્ટ બાદ મચ્યો ખળભળાટ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


તેમણે જણાવ્યું કે, તેઓએ પનીરને રત્નદીપ સ્ટોરમાંથી ખરીદ્યું અને ઘરે આવીને 15 મિનિટની અંદર જ ફ્રિજમાં મૂકી દીધું હતું, એટલે કોલ્ડ ચેઈન તૂટી નથી. આ દરમિયાન ખરીદેલું ચીઝ અને ટોફુ બિલકુલ નોર્મલ રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ પહેલાં ક્યારેય કોઈ પનીર સાથે આવું થયું નથી, ખાસ કરીને મિલ્કી મિસ્ટ સાથે પણ નહીં.

ડોક્ટરે કંપની પાસે જવાબ માંગ્યો

આ પોસ્ટમાં તેમણે @MilkyMistIndiaને ટેગ કરીને જવાબ માંગ્યો હતો. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જતાં ઘણા અન્ય યુઝર્સે પણ પોતાના અનુભવો શેર કર્યા છે. એક યુઝરે લખ્યું કે, તેમણે એક વખત પનીર ખરીદ્યું તો તેમને રબર જેવું લાગ્યું, પછી તેમણે આ કંપનીનું પનીર ખરીદવાનું બંધ કરી દીધું, હવે તેઓ માત્ર આ કંપનીનું પ્રોબાયોટિક દહીં જ ખરીદે છે.

એક યુઝરે તો આખી બ્રાન્ડને ફેક ગણાવી

બીજા યુઝરે તો આખી બ્રાન્ડને ફેક ગણાવી અને કહ્યું કે આ કંપનીનું દહીં પણ યલો થતું નથી કે પાણી પણ છૂટતું નથી. એક અન્યે સલાહ આપી કે, પફિંગ એ કોલ્ડ ચેઈનમાં ખામી અથવા સ્પોઈલેજનો સંકેત છે, આવી પ્રોડક્ટ ખાવી ન જોઈએ.

કંપનીએ શું કહ્યું?

મિલ્કી મિસ્ટના ઓફિશિયલ હેન્ડલે આ ફરિયાદ પર પ્રતિસાદ આપતાં લખ્યું કે, “હેલો સુનીતા, અમે અસુવિધા માટે દિલગીર છીએ. મહેરબાની કરીને અમને તમારી સંપર્ક વિગતો મોકલો, જેથી અમારી ટીમ તમારો સંપર્ક કરી શકે.”

લોકોમાં આ બ્રાન્ડની પ્રોડક્ટને લઈને ભારે ચર્ચા

આ ઘટના બાદ ઘણા ગ્રાહકો મિલ્કી મિસ્ટ પનીરને ન ખરીદવાની સલાહ પી રહ્યા છે. લોકો તાજું અથવા ઘરે બનાવેલું પનીર પસંદ કરવાનું કહી રહ્યા છે. નિષ્ણાતોના મતે, પેકેટમાં ફૂલવું એ સામાન્ય રીતે બેક્ટેરિયલ ગ્રોથ અથવા ગેસ ઉત્પન્ન થવાનું લક્ષણ હોય છે, જે પ્રોડક્ટની સુરક્ષા પર સવાલ ઉઠાવે છે. ગ્રાહકોએ સલાહ આપી છે કે આવા પેકેટને ખોલ્યા વગર જ રિટર્ન કરવું જોઈએ અને રિટેલરે તેને ડિસ્પોઝ કરવું જોઈએ. મિલ્કી મિસ્ટ બ્રાન્ડે હજુ સુધી વધુ વિગતવાર સ્પષ્ટતા જાહેર કરી નથી, પરંતુ આ મામલો ગ્રાહકોના વિશ્વાસ અને ફૂડ સેફ્ટી પર અસર કરી શકે છે.

કંપની તરફથી શું પ્રતિક્રિયા આવી?

ગ્રાહક તરફથી આ રીતે પોસ્ટ સામે આવ્યા બાદ મોટી સંખ્યામાં લોકો પણ સવાલો ઉઠાવી રહ્યા છે, ત્યારે હવે કંપની તરફથી આ વિવાદને લઈને પ્રતિક્રિયા સામે આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, “પોસ્ટમાં જે બેચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે 9 ફેબ્રુઆરી 2026 ના રોજ બનાવવામાં આવી હતી. આ બેચમાં કુલ આશરે 6,100 કિલો પનીર તૈયાર કરવામાં આવ્યું હતું, જે 200 ગ્રામના પેકમાં પેક કરવામાં આવ્યું છે. અમારા પ્રમાણભૂત ગુણવત્તા પ્રોટોકોલ (high quality protocol) ના ભાગરૂપે, અમે બેચની વિગતવાર આંતરિક સમીક્ષા કરી છે. અમારા પ્લાન્ટમાં રાખવામાં આવેલા નિયંત્રણ નમૂનાઓ (management samples) સહિતની અમારી ગુણવત્તા ચકાસણી યોગ્ય સ્થિતિમાં જણાઈ હતી. વધુમાં, અમને આ બેચમાંથી અન્ય ગ્રાહકો તરફથી આવી કોઈ ચિંતાઓ મળી નથી.

મિલ્કી મિસ્ટ પનીરનું ઉત્પાદન, સંગ્રહ અને પરિવહન રિટેલ આઉટલેટ્સ સુધી પહોંચે ત્યાં સુધી સમગ્ર સપ્લાય ચેઈનમાં કડક રેફ્રિજરેટેડ સ્થિતિમાં કરવામાં આવે છે. ઉત્પાદનની ગુણવત્તા જાળવી રાખવા માટે, તે મહત્વપૂર્ણ છે કે ઉત્પાદન વપરાશ સુધી રેફ્રિજરેશન હેઠળ સંગ્રહિત રહે. ભાગ્યે જ કિસ્સાઓમાં, જો ભલામણ કરેલ તાપમાન શ્રેણીની બહાર સંગ્રહની સ્થિતિ બગડે તો સમસ્યાઓ સર્જાઈ શકે છે, અને આવી પરિસ્થિતિઓ ઉત્પાદન સુવિધામાંથી ઉદ્ભવતી નથી.

અમે ગ્રાહકોને કોઈપણ ચિંતાના કિસ્સામાં સીધો અમારો સંપર્ક કરવા પણ પ્રોત્સાહિત કરીએ છીએ, કારણ કે અમારી ટીમ મદદ કરવા અને બાબતને તાત્કાલિક ઉકેલવા માટે હંમેશા તૈયાર છે.

મિલ્કી મિસ્ટમાં, અમે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને અમારી ઉત્પાદન પ્રક્રિયાઓમાં કડક સ્વચ્છતા અને ગુણવત્તાના ધોરણોનું પાલન કરીએ છીએ. અમે અમારા ગ્રાહકોને ખાતરી આપીએ છીએ કે ઉત્પાદનની સુરક્ષા અને ગુણવત્તા અમારી સર્વોચ્ચ અગ્રતા છે. જેઓ અમારી સુવિધાની મુલાકાત લેવા અને અમારી ઉત્પાદન અને ગુણવત્તાની પ્રક્રિયાઓને પ્રત્યક્ષ સમજવા માંગે છે તેમનું અમે સ્વાગત કરીએ છીએ.”

નોંધઃ આ સમાચાર @Sunita Sayammagaruની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી તૈયાર કરવામાં આવ્યા છે. News18 Gujarati આ અંગે પુષ્ટી કરતું નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *