Kutch Copper Bell GI Tag: કચ્છી કોપર બેલ હસ્તકલાને મળ્યો GI ટેગ, વિદેશમાં વધી 500 ડિઝાઈનની માંગ

Kutch Copper Bell GI Tag: કચ્છી કોપર બેલ હસ્તકલાને મળ્યો GI ટેગ, વિદેશમાં વધી 500 ડિઝાઈનની માંગ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાતના સરહદી ગામડાઓની પરંપરાગત વિવિધ કલા હવે વૈશ્વિક બ્રાન્ડ બની રહી છે. કચ્છની સદીઓ જૂની ‘કોપર બેલ’ હસ્તકલાને જીઆઈ ટેગ મળતા હવે આ કલા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજશે. GI ટેગ મળ્યા બાદ 500 થી વધુ નવી ડિઝાઈનમાં તૈયાર થતી આ ઘંટડીઓ હવે વિદેશમાં મોટા પાયે નિકાસ થાય છે. 

લોખંડના ભંગારમાંથી મધુર રણકાર પેદા કરતી આ કલાત્મક ઘંટડીઓ અમેરિકા અને બ્રિટન જેવા દેશોના ડ્રોઈંગ રૂમની શોભા વધારી રહી છે.

તમને જણાવી દઈએ કે, કચ્છનું ઝુરા ગામ કોપર બેલ હસ્તકલાનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં પેઢીઓથી કારીગરો લોખંડના ભંગારને ટીપીને કલાત્મક ઘંટડીઓમાં કંડારે છે. આ પ્રક્રિયામાં ઘંટડીની બોડી, કેપ અને હેન્ડલ તૈયાર કર્યા બાદ તેના પર તાંબા કે પિત્તળનું પડ ચઢાવવામાં આવે છે. ત્યારબાદ તેને ભઠ્ઠીમાં તપાવીને આખરી ઓપ અપાય છે. અંતે કારીગરો પોતાની કોઠાસૂઝથી તેમાં મધુર રણકાર પેદા કરે છે.

ભૂતકાળમાં આ ઘંટડીઓ માત્ર પશુઓના ગળામાં બાંધવા માટે વપરાતી હતી પરંતુ આજે ડેકોરેટિવ આઈટમ તરીકે તેની માંગ વધી છે. ‘ગરવી ગુર્જરી’ અને રાજ્ય સરકારની લોન તેમજ વર્કશોપ જેવી યોજનાઓએ આ કલાને આધુનિક ઓપ આપ્યો છે, ત્યારે કારીગરો હવે 1 થી 14 નંબર સુધીની વિવિધ સાઈઝમાં નકશીદાર ઘંટડીઓ તૈયાર કરે છે. 

ખાસ કરીને હસ્તકલાના શોખીનોમાં આ બારીક નકશીકામ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વધુમાં આ વૈશ્વિક ઓળખને કારણે સ્થાનિક કારીગરો આર્થિક રીતે સધ્ધર બન્યા છે અને ગ્રામીણ અર્થતંત્રને નવો વેગ મળ્યો છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *