India vs Eire T20 Stay Cricket Scorecard : પ્રથમ ટી20 મેચમાં આયર્લેન્ડે આપેલા 183 રનના પડકાર સામે ભારતે 11.3 ઓવરમાં 5 વિકેટે 98 રન બનાવી લીધા છે. આ મેચ બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ખાતે રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), શિવમ દુબે, તિલક વર્મા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.
આયર્લેન્ડ : ટિમ ટેક્ટર, રોસ એડાયર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (કેપ્ટન), બેન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, લિયામ મેકાર્થી, મેથ્યુ હમ્ફ્રીઝ, મેટ હોલાર્ડ, જય મુન્દ્રા.
-
Jun 26, 2026 20:51 IST
IND vs IRE Stay : તિલક વર્મા 19 આઉટ
તિલક વર્મા 21 બોલમાં 3 ફોર સાથે 19 રને મેથ્યુ હમ્ફ્રીઝની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 90 રને પાંચમી વિકેટ ગુમાવી.
-
Jun 26, 2026 20:37 IST
IND vs IRE Stay : અભિષેક શર્મા 50 રને આઉટ
અભિષેક શર્મા 20 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે 50 રન બનાવી મેકાર્થીની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 80 રને ચોથી વિકેટ ગુમાવી.
-
Jun 26, 2026 20:24 IST
IND vs IRE Stay : ઇશાન અને ઐયર સસ્તામાં આઉટ
ઇશાન કિશન 5 બોલમાં 1 રને અને શ્રેયસ ઐયર 7 બોલમાં 3 રને હોલાર્ડનો શિકાર બન્યા. ભારતે 60 રને ત્રીજી વિકેટ ગુમાવી.
-
Jun 26, 2026 20:21 IST
IND vs IRE Stay : સેમસન 5 રને આઉટ
સંજુ સેમસન 4 બોલમાં 1 ફોર સાથે 5 રને મુન્દ્રાની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 16 રને પ્રથમ વિકેટ ગુમાવી દીધી.
-
Jun 26, 2026 19:48 IST
IND vs IRE Stay : ભારતને 183 રનનો પડકાર
પ્રથમ ટી20 મેચમાં આયર્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે 183 રનનો પડકાર મળ્યો છે. આ મેચ બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ખાતે રમાઇ રહી છે. ભારત તરફથી હર્ષિત રાણાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને 2-2 વિકેટ મળી હતી.
-
Jun 26, 2026 19:42 IST
IND vs IRE Stay : ગેરેથ ડેલાની 49 રને આઉટ
ગેરેથ ડેલાનીએ આક્રમક બેટિંગ કરતા 32 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે 49 રન બનાવ્યા. તે અર્શદીપનો શિકાર બન્યો. આયર્લેન્ડે 178 રને સાતમી વિકેટ ગુમાવી.
-
Jun 26, 2026 19:40 IST
IND vs IRE Stay : લોર્કન ટકર 50 રને આઉટ
લોર્કન ટકર 36 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 50 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો. જ્યોર્જ ડોકરેલ 10 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 19 રને અક્ષર પટેલનો શિકાર બન્યો.
-
Jun 26, 2026 19:37 IST
IND vs IRE Stay : લોર્કન ટકરની અડધી સદી
આયર્લેન્ડના લોર્કન ટકરે બાજી સંભાળી હતી અને 35 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી.
-
Jun 26, 2026 19:07 IST
IND vs IRE Stay : આયર્લેન્ડના 100 રન
આયર્લેન્ડના લોર્કન ટકરે બાજી સંભાળી હતી અને ટીમે 13 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.
-
Jun 26, 2026 18:42 IST
IND vs IRE Stay : બેન કેલિટ્ઝ 15 રને આઉટ
બેન કેલિટ્ઝ 11 બોલમાં 2 સિક્સર સાથે 15 રન્ શિવમ દુબેનો શિકાર બન્યો. આયર્લેન્ડે 51 રનમાં ચોથી વિકેટ ગુમાવી.
-
Jun 26, 2026 18:29 IST
IND vs IRE Stay : ટિમ ટેક્ટર 17 રને આઉટ
હેરી ટેક્ટર 3 બોલમાં ખાતું ખોલાયા વિના અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. ટિમ ટેક્ટર 12 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 17 રને હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો.
-
Jun 26, 2026 18:11 IST
IND vs IRE Stay : રોસ એડાયર 12 રને આઉટ
રોસ એડાયર 7 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો. આયર્લેન્ડે 20 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Jun 26, 2026 17:48 IST
IND vs IRE Stay : આયર્લેન્ડ પ્લેઇંગ ઇલેવન
ટિમ ટેક્ટર, રોસ એડાયર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (કેપ્ટન), બેન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, લિયામ મેકાર્થી, મેથ્યુ હમ્ફ્રીઝ, મેટ હોલાર્ડ, જય મુન્દ્રા.
-
Jun 26, 2026 17:48 IST
IND vs IRE Stay : ભારત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), શિવમ દુબે, તિલક વર્મા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.
-
Jun 26, 2026 17:40 IST
IND vs IRE Stay : વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ ના થયું
આયર્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં 15 વર્ષીય પ્લેયર વૈભવ સૂર્યવંશીને તક મળી નથી. એટલે કે તેણે ડેબ્યૂ માટે રાહ જોવી પડશે.
-
Jun 26, 2026 17:37 IST
IND vs IRE Stay : ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આયર્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં ભારતના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ખાતે રમાઇ રહી છે
-
Jun 26, 2026 17:32 IST
IND vs IRE Stay : આયર્લેન્ડ ટીમ
લોર્કન ટકર (કેપ્ટન), રોસ એડાયર, બેન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, સ્ટીફન ડોહેની, મેથ્યુ હમ્ફ્રીઝ, ગેવિન હોય, મેથ્યુ હોલાર્ડ, લિયામ મેકાર્થી, જય મુન્દ્રા, હેરી ટેક્ટર, ટિમ ટેક્ટર, રૂબેન વિલ્સન.
-
Jun 26, 2026 17:13 IST
IND vs IRE Stay : ભારતીય ટીમ
શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, વૈભવ સૂર્યવંશી, શિવમ દુબે, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.
-
Jun 26, 2026 16:48 IST
IND vs IRE Stay : વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર બધાની નજર
પ્રથમ ટી20 મેચમાં બધાની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે, જેને માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તેને ડેબ્યૂ કરવાની તક મળે છે કે નહીં તેના પર બધાની નજર રહેશે.
-
Jun 26, 2026 16:20 IST
IND vs IRE Stay : શ્રેયસ ઐયરની કેપ્ટન તરીકે આ પહેલી શ્રેણી
સૂર્યકુમાર યાદવનું સ્થાન લીધા પછી શ્રેયસ ઐયરની કેપ્ટન તરીકે આ પહેલી શ્રેણી હશે. બીજી તરફ આયર્લેન્ડ પણ નવા કેપ્ટન લોર્કન ટકરના નેતૃત્વમાં રમશે.
-
Jun 26, 2026 16:20 IST
IND vs IRE Stay : આજે ભારત વિ આયર્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20
ભારત અને આયર્લેન્ડ વચ્ચે બે મેચની ટી20 શ્રેણીની પ્રથમ મેચ આજે બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ખાતે રમાશે. માર્ચમાં 2026 ટી20 વર્લ્ડ કપ ટાઇટલ બચાવ્યા પછી ભારતીય ટીમની આ પહેલી ટી20 શ્રેણી હશે.
