શુભમન ગિલે 100 રનનો આંકડો પાર કરવા માટે 125 બોલનો સામનો કર્યો, જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. શુભમન ગિલે ICC ઈવેન્ટમાં પ્રથમ વખત સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી. આ ઉપરાંત, આ તેની ODI કારકિર્દીની આઠમી સદી છે. આ પહેલા તેણે પોતાની છેલ્લી વનડે મેચમાં ઈંગ્લેન્ડ સામે પણ સદી ફટકારી હતી. એટલું જ નહીં, ગિલે છેલ્લી 4 ODI ઈનિંગ્સમાં 50+ રનનો આંકડો પાર કર્યો છે, જે દર્શાવે છે કે તે હાલમાં કેટલા શાનદાર ફોર્મમાં છે.
