Gujarat Vasti Gantri 2026 : ગુજરાતમાં વસ્તી ગણતરી આજે 1 જૂન, 2026થી શરૂ થઇ છે. ગુજરાતમાં પ્રથમ તક્કાની વસ્તી ગણતરી 1 જૂન થી 30 જૂન 2026 દરમિયાન થશે. દેશની આઝાદી બાદ 8મી જનગણના છે. સૌથી ખાસ વાત એ છે કે, આ વખતે વસ્તી ગણતરીમાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વસ્તી ગણતરી દરમિયાન અધિકારી દ્વારા આવાસની સ્થિત, કુટુંબની વિગત, લિંગ, શૌચાલય, પીવાના પાણીના સ્ત્રોત, ઇલેક્ટ્રિક ઉપકરણો અને અનાજ સહિત ઘણા પ્રશ્નો પૂછવામાં આવશે.
1 લાખથી વધુ ગણતરીદારોની ટીમ વસ્તી ગણતરી કરશે
ગુજરાતમાં વસ્તી ગણતરીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ રાજ્યના દરેક જિલ્લા, તુલાકા અને ગામમાં ઘરે ઘરે ફરીને લોકોની વિગતો એકઠી કરશે. ગુજરાત રાજ્યમાં 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન નિયુક્ત જનગણના અધિકારીઓ દ્વારા ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરવાની ઘરયાદીની કામગીરી (HLO) ખાસ કરીને જનગણના ફિલ્ડ કાર્ય માટે રચાયેલ ઘરયાદીની મોબાઇલ એપ્લિકેશન (HLO એપ્લિકેશન) દ્વારા કરવામાં આવશે. નોંધનિય છે કે, કેન્દ્રીય મંત્રીમંડળે 12 ડિસેમ્બર 2025ના રોજ દેશમાં જનગણના માટે ₹ 11,718.24 કરોડના બજેટને મંજૂરી આપી છે.
વસ્તી ગણતરી અધિકારી આ 33 સવાલ પૂછશે
- લીટી નંબર
- મકાન નંબર
- જનગણના ઘર નબંર
- ભોંયતળિયામાં વપરાયેલી મુખ્ય સામગ્રી
- દિવાલમાં વપરાયેલી મુખ્ય સામગ્રી
- મકાનની છતમાં વપરાયેલી મુખ્ય સામગ્રી
- ઘરનો ઉપયોગ શેની માટે થાય છે
- ઘરની સ્થિતિ
- કુટુંબ નંબર
- મકાનમાં રહેતા વ્યક્તિઓની કુલ સંખ્યા
- કુટંબના મુખ્ય વ્યક્તિનું નામ
- લિંગ
- ઘર માલિકનો દરજ્જો
- મકાનમાં રૂમની સંખ્યા
- મકાનમાં રહેતા પરિણીત દંપતીની સંખ્યા
- પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત
- પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા
- પ્રકાશનો મુખ્ય સ્ત્રોત
- શૌચાલયનો ઉપયોગ
- શૌચાલયનો પ્રકાર
- ગંદા પાણીના નિકાલનું જોડાણ
- મકાનમાં બાથરૂમની ઉપલબ્ધતા
- રસોડું અને LPG/PNG જોડાણ
- રસોઇ બનાવવા માટે શેનો ઉપયોગ કરો છો
- રેડિયો/ ટ્રાન્ઝીસ્ટર
- ટેલિવિઝન
- ઇન્ટરનેટનો ઉપયોગ
- લેપટોપ/ કોમ્પ્યુટર
- ટેલિફોન/ મોબાઇલ ફોન/ સ્માર્ટફોન
- સાયકલ અને સ્કૂટર / મોટર સાયકલ / મોપેડ
- કાર/ જીપ / વાન
- કુટુંબ દ્વારા ભોજન માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ
- મોબાઇલ નંબર
જનગણના માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ, 16 ભાષામાં મોબાઇલ App
ગુજરાતમાં વસ્તી ગણતરી માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જનગણના માટે મોબાઇલ એપથી ડેટા એક્ત્ર કરવામાં આવશે સાથે સાથે જાહેર જનતા માટે સ્વ ગણતરીનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ અને iOS મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે, જે ગુજરાતી સહિત કુલ 16 ભાષામાં ઉપલબ્ધ છે. નાગરિકો પોતે જ પોતાની વિગતો ઓનલાઈન ભરી શકે તે માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો વિશેષ વિકલ્પ આપ્યો છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/05/12/census-management-2026-05-12-16-08-33.jpg)
પૂછપરછ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ઉપલબ્ધ
વસ્તી ગણતરી વિશે કોઇ સવાર કે પૂછપરછ કરવી મૂંઝવણ હોય તો ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 અને અધિકૃત વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક કરી શકાય છે.
વસ્તી ગણતરીનો બીજો તબક્કો ક્યારે શરૂ થશે?
ગુજરાતમાં જનગણના માટેનો બીજો તબક્કો 9 થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં વસ્તી ગણતરી તેમજ જાતિ ગણતરીની માહિતી એક્ત્ર કરવામાં આવશે, જે સંપૂર્ણ ભારતભરમાં એકસાથે હાથ ધરવામાં આવશે.
3.75 લાખ નાગરિકોએ સ્વ ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી
ગુજરાતમાં જનગણના 2027ના ભાગ રૂપે રાજ્યમાં 17 થી 31 મે 2026 સુધી સ્વ-ગણતરી અભિયાન ચલાવ્યું હતું. જે અંતર્ગત 30 મે, 2026 સુધીમાં ગુજરાતમાંથી 3.74 લાખથી વધુ નાગરિકોએ સ્વ ગણતરી પ્રક્રિયા દ્વારા નોંધણી કરાવી હતી. જેમાંથી 3.30 લાખથી વધુ ફોર્મ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે, જ્યારે લગભગ 44 હજાર અરજીઓ પ્રક્રિયા હેઠળ છે.
