જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહો સમય સમય પર રાશિ અને નક્ષત્ર બદલે છે અને એનો પ્રભાવ દેશ દુનિયા સહિત તમામ રાશિઓ પર જોવા મળે છે. હાલ, મકર રાશિમાં સૂર્ય, મંગળ સહિત ઘણા મોટા ગ્રહો વિરાજમાન છે પરંતુ શ્રવણ નક્ષત્રમાં શુક્ર, બુધ, સૂર્ય અને મંગળની ચોકડી થવાની છે. જણાવી દઈએ કે, શ્રવણ નક્ષત્રમાં શુક્ર, બુધ અને સૂર્ય પહેલાથી હાજર છે, અને મંગળ 28ને આ નક્ષત્રમાં પહોંચશે.

