Dairy Farming: યુવાને નોકરી છોડી આ બિઝનેસ શરૂ કર્યો, આજે મહિને 1 લાખનો નફો

Dairy Farming: યુવાને નોકરી છોડી આ બિઝનેસ શરૂ કર્યો, આજે મહિને 1 લાખનો નફો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ભાવનગર જિલ્લામાં પશુપાલન વ્યવસાય હવે માત્ર ગુજરાનનું સાધન નહીં, પરંતુ લાખોની આવક આપતો સફળ બિઝનેસ બનતો જઈ રહ્યો છે. ગારીયાધાર તાલુકાના વિરડી ગામના યુવા પશુપાલક સોહિલભાઈ અગવાને માત્ર બે ભેંસોથી પશુપાલન બિઝનેસ શરૂ કર્યો હતો. આજે તેની પાસે 25થી વધુ પશુઓ છે અને મહિને એક લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે.

+

યુવાને

યુવાને નોકરી છોડી પશુપાલન બિઝનેસ શરૂ કર્યો

ભાવનગર: હાલના સમયમાં પશુપાલનના વ્યવસાયથી લોકો લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. ખાસ કરીને યુવા પેઢી, ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ નોકરીના બદલે પોતાનો વ્યવસાય શરૂ કરીને સારી આવક મેળવી રહી છે. કેટલાક યુવાનો આધુનિક ખેતીમાં જોડાઈને, તો કેટલાક પશુપાલનના વ્યવસાયમાં જોડાઈને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. હાલ, પશુપાલન વિભાગ દ્વારા અનેક યોજનાઓ અને સહાય લાગુ કરવામાં આવી છે, જેથી પશુપાલનનો વ્યવસાય વધુ વ્યાપક બને.

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વિરડી ગામના યુવા પશુપાલક સોહિલભાઈ અગવાને બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. 2010માં તેમણે વિચાર કર્યો કે પશુપાલનનો વ્યવસાય શરૂ કરવો છે. તેઓએ ફક્ત બે ભેંસો સાથે આ વ્યવસાય શરૂ કર્યો હતો. આજે તેમની પાસે 25 જેટલા પશુઓ છે અને તે ખર્ચ બાદ મહિને 1,00,000 કરતાં વધુ આવક મેળવતા થયા છે.

અગવાન સોહિલભાઈ સલીમભાઈએ જણાવ્યું કે મેં બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. 2010માં અમે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો, જેની શરૂઆત ફક્ત 2 ભેંસોથી કરી હતી. આજે અમારી પાસે 25 કરતાં વધારે પશુઓ છે. પશુઓને રહેવા માટે શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુમાં કોઈ તકલીફ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી છે. શુદ્ધ પાણીની પણ સચોટ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉનાળાની ઋતુમાં પશુઓને ઠંડક અર્થે ફોગર સિસ્ટમ લગાવવામાં આવી છે. તેમજ, દિવસ દરમિયાન ખોરાક માટે લીલો અને સૂકો ઘાસચારો સમયસર મળી રહે તે માટેની વ્યવસ્થા પણ અમે કરી છે. આ તમામ પ્રયાસોને ધ્યાનમાં રાખીને, પશુપાલન વિભાગે અમને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પશુપાલકનો પ્રથમ એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. પુરસ્કાર તરીકે 25,000 રૂપિયાનું ઇનામ પણ મળ્યું છે. હાલ રોજના સવાર માટે 80 લિટર જેટલા દૂધનું ઉત્પાદન થાય છે.

આ પણ વાંચો: પતિ B.Tech અને પત્ની MA-B.Ed પણ કરે છે ખેતી, શહેર છોડીને ખેતરને કર્મભૂમિ બનાવી

આ જ રીતે, રાત્રે પણ 70 થી 80 લિટર જેટલું દૂધ પ્રાપ્ત થાય છે, એટલે કે રોજનો સરેરાશ 150 લિટર થાય છે. જેમાંથી 100 લિટર દૂધ ડેરીમાં મોકલવામાં આવે છે અને બાકીનું દૂધ પેંડા અને આઈસ્ક્રીમ બનાવવામાં વપરાય છે, જેનું વેચાણ થાય છે. રોજના 10,000 રૂપિયાથી વધુ આવક થાય છે. મહિને 3,00,000 રૂપિયા કરતા વધુની આવક થાય છે, જેમાંથી ખર્ચ બાદ 90,000 થી 1,00,000 રૂપિયા સુધીનો નફો થાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *