દમાણીએ જણાવ્યું કે, કોપરની કિંમત $8,000થી વધીને $14,000 પ્રતિ મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ હતી. આ તેજી મુખ્યત્વે મોટી ખાણોમાં ઉત્પાદનની સમસ્યાને કારણે આવી હતી. છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણ નિયમો, વરસાદ અને ભૂસ્ખલન જેવી સમસ્યાઓને કારણે સપ્લાય પર અસર પડી હતી. પણ હવે જૂન 2026 પછી ઘણી ખાણો ફરીથી ઉત્પાદન શરૂ કરશે. જેના કારણે બજારમાં કોપર પૂરતું ઉપલબ્ધ થશે અને કિંમતો $11,500થી $12,000 પ્રતિ મેટ્રિક ટન સુધી આવી શકે છે.

