રાજકોટના પારેવડી ચોકમાં આઇશર ટેમ્પોએ અનેક વાહનોને અડફેટે લીધા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા પારેવડી ચોક વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ઓવરબ્રિજ પરથી પૂરપાટ ઝડપે ઉતરી રહેલા એક ડીજે ભરેલા આઇશર ટેમ્પોની બ્રેક ફેલ થઈ જતાં ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને માર્ગ પરથી પસાર થઈ રહેલા અનેક વાહનોને કચડી નાખ્યા હતા.

rajkot-parevadi-chowk-accident-eicher-tempo-cctv
પારેવડી ચોકમાં આઇશર ટેમ્પોનો અકસ્માત, 1નું મોત {Photograph}: (સોશિયલ મીડિયા)

પારેવડી ચોક પુલ પરથી નીચે ઉતરતા સમયે આઇશર ટેમ્પોએ બે ઓટો રીક્ષા અને બે થી ત્રણ મોટરસાઇકલ (બાઇક) ચાલકોને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક પુરુષનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે કરુણ મોત નિપજ્યું હતું.

આ અકસ્માતમાં 3 થી વધુ લોકોને નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટના સર્જ્યા બાદ આઇશર ટેમ્પો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *