Alia Bhatt : આલિયા ભટ્ટનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પીચ કલરના ગાઉનમાં ગ્લેમરસ લૂક

Alia Bhatt : આલિયા ભટ્ટનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પીચ કલરના ગાઉનમાં ગ્લેમરસ લૂક

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Alia Bhatt Cannes 2026 Look: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ 12 મેના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં રેડ કાર્પેટ પર દેખાઈ હતી. આલિયા ભટ્ટ બીજી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહી છે. હવે આલિયા ભટ્ટના કાન્સ લુકની ચર્ચા થઇ રહી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના બંને લુકની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તેની ગ્લેમરસ સ્ટાઇલ જોવા મળી રહી છે.

આલિયાએ પહેલા બોલ ગાઉન પહેર્યો 

આલિયા ભટ્ટે આ ઇવેન્ટમાં બ્યુટી બ્રાન્ડની ગ્લોબલ એમ્બેસેડર તરીકે ભાગ લીધો છે. ફિલ્મ ફેસ્ટિવલ 12 મેથી શરૂ થયો હતો અને 23 મે સુધી ચાલશે. આલિયા ભટ્ટે સૌ પ્રથમ યશ પાટિલે ડિઝાઈન કરેલું લેન્ડસ્કેપ પ્રિન્ટ વાળું એક બોલ ગાઉન પહેર્યું હતું. આ ગાઉન સાથે પોતાનો લુક કમ્પલિટ કરવા માટે અભિનેત્રીએ  મેસી બન હેરસ્ટાઇલ કરી હતી અને આકર્ષક પોઝ આપ્યા હતા.

આલિયા ભટ્ટ પીચ ગાઉનમાં ગ્લેમરસ લુક

ત્યારબાદ આલિયા ભટ્ટે Tamara Ralph દ્વારા ડિઝાઇન કરાયેલ કસ્ટમ ‘હાઉટ કોચર’ ગાઉન પહેર્યું હતું, જે પીચ કલરનો હતો. આ ઑફ-શોલ્ડર ગાઉન સાથે, અભિનેત્રીએ આછા ગુલાબી રંગનો આકર્ષક હાર પહેર્યો હતો, જે 168.27 કેરેટ ડાયમંડથી જડિત હતો, તેનો સંપૂર્ણ લુક રિયા કપૂરે સ્ટાઇલ કર્યો હતો.

આલિયા ભટ્ટે આ લુક ખુબ જ સિમ્પલ રાખ્યો હતો. ન્યૂડ પિંક લિપસ્ટિક, લાઇટ સિમરી આઇશેડો અને સોફ્ટ બ્લશ તેના ચહેરા પર નેચરલ બ્લોક આપી રહ્યા હતા. તો હેરસ્ટાઇલ માટે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. હવે આ લુક જોયા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલેબ્સ એના વખાણ કરી રહ્યા છે.

કાન્સમાં ભારતીય કલાકારોની જમાવટ

આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં આલિયા ભટ્ટ ઉપરાંત ઐશ્વર્યા રાય, કરણ જોહર, તારા સુતરિયા, મૌની રોય અને એમી વિકર જેવા ઘણા ભારતીયો પણ જોવા મળી શકે છે.

લોરિયલના હોટેલ માર્ટિનેઝ ટેકઓવરમાં ઐશ્વર્યા રાયની ગેરહાજરી? જુઓ વિડીયો

મનોરંજન ન્યૂઝ | આ વર્ષનો એ ગ્લેમરસ સમય છે જ્યારે સિનેમા, ફેશન અને વૈશ્વિક હસ્તીઓ પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Movie Competition) માટે ભેગા થાય છે. ફેસ્ટિવલ શરૂ થઈ રહ્યો છે, ત્યારે લક્ઝરી બ્રાન્ડ્સ, ફિલ્મ નિર્માતાઓ અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સેલિબ્રેશનની તૈયારી કરી રહ્યા છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *