સરખેજમાં મકાનના બેઝમેન્ટમાં ચાલતી MD ડ્રગ્સ લેબ ઝડપાઈ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાતને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અમદાવાદમાં મોટી કાર્યવાહી કરી છે. NCB ના ઝોનલ ડાયરેક્ટર ઘનશ્યામ સોનીના નેતૃત્વમાં શરૂ કરાયેલા ‘ઓપરેશન સિન્થેટિક ડ્રગ’ અંતર્ગત અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક મકાનના બેઝમેન્ટમાં ચાલતી MD (મેફેડ્રોન) ડ્રગ્સ બનાવવાની ગેરકાયદેસર લેબોરેટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

મકાનના બેઝમેન્ટમાં લેબ અને કાફે પર NCB ની તપાસ

NCB ના ઝોનલ ડાયરેક્ટર ઘનશ્યામ સોનીએ માહિતી આપતા જણાવ્યું કે તેમણે ચાર દિવસ પહેલાં જ ગુજરાતનો ચાર્જ સંભાળ્યો છે અને આ તેમનું પ્રથમ મોટું ઓપરેશન છે.

NCB ની ટીમે સરખેજમાં દરોડો પાડીને એક શખ્સની અટકાયત કરી છે, જેણે પોતાના ઘરના બેઝમેન્ટમાં MD ડ્રગ્સ તૈયાર કરવાની લેબોરેટરી ઊભી કરી હતી. સ્થળ પરથી MD ડ્રગ્સનો જથ્થો પણ કબજે કરાયો છે અને પકડાયેલો શખ્સ પોતે પણ નશાનો બંધાણી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક 60 દિવસ માટે હાઉસ અરેસ્ટ, જાણો લદ્દાખ પ્રશાસને કેમ લીધું આ મોટું પગલું

ઝોનલ ડાયરેક્ટર ઘનશ્યામ સોનીએ ડ્રગ્સ માફિયાઓને કડક ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે ‘ઓપરેશન સિન્થેટિક ડ્રગ’ હેઠળ કોમર્શિયલ જથ્થામાં નશીલા પદાર્થો રાખનારા કે તેનો વેપાર કરનારા તમામ ગુનેગારો સામે કઠોર કાર્યવાહી થશે. વડાપ્રધાન અને ગૃહમંત્રીના ‘નશા મુક્ત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે NDPS એક્ટની કલમ 68F હેઠળ ડ્રગ્સ માફિયાઓની ગેરકાયદેસર મિલકતો, સંપત્તિ અને બેંક બેલેન્સ પણ જપ્ત કરવામાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *