Diwali Rangoli Design : દિવાળીમાં ઘરને દીવા, ફુલ, લાઇટ અને રંગોળીથી શણગારવામાં આવે છે. દિવાળીમાં ઘર સજાવવાની વાત આવે ત્યારે રંગોળીનો ઉલ્લેખ ન થાય એવું બને જ નહીં! પરંતુ જો તમને રંગોળી બનાવવામાં પણ મુશ્કેલી પડે છે અથવા તેની ડિઝાઇન વિશે વિચારીને માથાનો દુખાવો શરૂ થાય છે, તો હવે ચિંતા કરવાની જરૂર નથી.
એક સુંદર રંગોળી બનાવવા માટે તમારે કલાકો સુધી કામ કરવું અથવા તેમાં નિપુણતા મેળવવી જરૂરી નથી. થોડી સરળ ટીપ્સ અને સર્જનાત્મકતા સાથે તમે થોડી મિનિટોમાં ઘરના દરવાજા અથવા આંગણામાં સુંદર રંગોળીથી સજાવટ કરી શકો છો. અહીં રંગોળીની કેટલીક સરળ ડિઝાઇન અને તેને કેવી રીતે બનાવવી તેની જાણકારી આપી છે, જે આ દિવાળી પર તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
રંગોળી એ ભારતની પ્રાચીન અને પરંપરાગત લોક કળાઓમાંની એક છે. તેને બનાવવાની પરંપરા માત્ર ઉત્તર ભારત સુધી સિમિત નથી, પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં પણ તેનું વિશેષ મહત્વ છે. જો કે, જુદા જુદા પ્રદેશોમાં તે સ્થાનિક ભાષા અને પરંપરાઓ અનુસાર વિવિધ નામોથી ઓળખાય છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/11/08/diwali-rangoli-designs-tips-2026-11-08-12-34-50.jpg)
પશ્ચિમ બંગાળ અને આસામમાં તેને અલ્પના, તામિલનાડુમાં તેને કોલમ, આંધ્ર પ્રદેશમાં તેને મુગ્ગુલુ અને ઉત્તર પ્રદેશમાં તેને ચોકપૂર્ણા કહેવામાં આવે છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/11/08/flower-rangoli-designs-2026-11-08-12-34-50.jpg)
તો કેરળમાં ઓણમના તહેવાર પર, ફૂલોની પાંખડીઓમાંથી એક ખાસ પ્રકારની રંગોળી બનાવવામાં આવે છે, જેને પૂક્કલમ કહેવામાં આવે છે. દરેક ક્ષેત્રની આ લોકકળાની ડિઝાઇન, રંગો અને રીત ત્યાંની સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/11/08/easy-diwali-rangoli-designs-2026-11-08-12-34-50.jpg)
જુદા જુદા કદની બંગડીઓ મૂકો અને તેમાં રંગ પુરો આમ મિનિટોમાં ગોળાકાર અને ફૂલોવાળી રંગોળી બની જશે.
ફૂલોની પાંખડીઓથી સજાવટ: ગલગોટા અને ગુલાબની પાંખડીથી વધારે મહેનત કર્યા વિના સુંદર રંગોળી બનાવી શકાય છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/11/08/diwali-rangoli-simple-designs-2026-11-08-12-34-50.jpg)
ચાળણીથી રંગોળી બનાવો: રંગોળીના ખાલી ભાગોમાં ચાળણીની મદદથી રંગો પાથરી લો. આ રંગ સરખી રીતે ફેલાવશે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/11/08/diwali-rangoli-flower-designs-2026-11-08-12-34-50.jpg)
ગોળ ટપકાં બનાવો: સૌ પ્રથમ ચોક માંથી નાના ટપકાં બનાવો અને પછી તેને જોડીને ફૂલ અથવા ભૌમિતિક ડિઝાઇન બનાવો.
કોનનો ઉપોયગ કરો : પ્લાસ્ટિકના કોન કે બોટલમાં રંગોળીના કલર ભરો. તેના ડિઝાઇનમાં કલર પુરવામાં સરળતા રહે છે.
