શું ગ્રીન ફટાકડાથી બિલકુલ પ્રદૂષણ નથી થતું? ગ્રીન ફટાકડા પ્રદૂષણ ઘટાડવા માટે બન્યા છે, પરંતુ તે સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી નથી. તેના દહનથી પણ ધુમાડો અને સૂક્ષ્મ રજકણો વાતાવરણમાં ભળે જ છે, જે શ્વાસ સંબંધિત બીમારીઓ, અસ્થમા કે એલર્જી ધરાવતા દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને દિલ્હી-NCR જેવા વિસ્તારોમાં, જ્યાં પહેલેથી જ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) જોખમી સ્તરે હોય છે, ત્યાં આવા ફટાકડા ફોડવાનું ટાળવું જ સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.
