Rajma Masala Curry Recipe : તહેવારોની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઘરે મહેમાનો આવે છે. જો તમે એવી વસ્તુ બનાવવા માંગો છો જે સ્વાદિષ્ટ હોય અને દરેકને પસંદ હોય, તો તમે પંજાબી સ્ટાઇલ રાજમા મસાલા ટ્રાય કરી શકો છો. તેની જાડી ટામેટા ગ્રેવી, શેકેલા મસાલાની સુગંધ અને નરમ રાજમાનો સ્વાદ ખોરાકનો સ્વાદ અનેકગણો વધારી શકે છે. તેને ભાત, રોટલી અથવા નાન સાથે પીરસી શકાય છે. ઘરે સ્વાદિષ્ટ રાજમા મસાલા બનાવવાની સરળ રેસીપી જાણીએ.
રાજમા બાફવા માટે
- રાજમા – 200 ગ્રામ
- પાણી – જરૂરિયાત મુજબ
- મીઠું – સ્વાદ અનુસાર
- બેકિંગ સોડા – વૈકલ્પિક
મસાલા તૈયાર કરવા માટે
- ટામેટાં – 3-4 મધ્યમ કદના
- લીલા મરચાં – 2-3
- આદુ – 1 ઇંચનો ટુકડો
- તેલ – 2-3 ચમચી
- જીરું – અડધી નાની ચમચી
- હિંગ – એક ચુટકી
- હળદર પાઉડર – 1/2 ચમચી
- લાલ મરચાં પાઉડર – 1/2 ચમચી
- ધાણા પાઉડર – 1 ચમચી
- જીરા પાઉડર – 1 ચમચી
- ગરમ મસાલો –1 ચમચી
- લીલા કોથમીર – 2-3 ચમચી, ઝીણા સમારેલા
- લીંબુનો રસ – સ્વાદ મુજબ, વૈકલ્પિક
- ડુંગળી : મધ્યમ કદની ડુંગળીને ઝીણી કાપી લો.
પહેલાં રાજમાને પલાળીને રાખો
જ્યારે પણ તમે રાજમા બનાવવા માંગો છો ત્યારે પહેલા તેને સારી રીતે ધોઈ લો અને તેને 8-10 કલાક અથવા આખી રાત પૂરતા પાણીમાં પલાળી રાખો. આ પછી પાણી કાઢો અને રાજમાને ફરીથી ધોઈ લો. હવે તેને પ્રેશર કૂકરમાં મૂકો. પછી પૂરતું પાણી ઉમેરો જેથી રાજમા સારી રીતે ડૂબી જાય. તે પછી મીઠું ઉમેરીને કૂકરનું ઢાંકણ બંધ કરી રાજમાને સંપૂર્ણપણે નરમ થાય ત્યાં સુધી પકાવો.
હવે ટામેટા-આદુની પેસ્ટ બનાવો
આ પછી પેસ્ટ તૈયાર કરવાનો વારો આવે છે. આ માટે મિક્સરમાં ટામેટાં, લીલા મરચાં અને આદુ ઉમેરી ઝીણા પીસી લો. જો તમને રાજમામાં ડુંગળી ઉમેરવી હોય તો તેને ઝીણી સમારીને બાજુ પર રાખો.
ત્યારબાદ મસાલાને સારી રીતે ફ્રાય કરી લો
હવે તમે એક કડાઇ લો. તેમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં હીંગ અને જીરું ઉમેરો. જીરું તતડવા લાગે ત્યારે તેમાં હળદર, કોથમીર, જીરું પાવડર અને લાલ મરચું પાવડર મેળવી થોડી સેકંડ સુધી હલાવો. હવે તેમાં ટામેટા-આદુની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર રાંધી લો. મસાલાને વચ્ચે-વચ્ચે હલાવો.
જો તમે ડુંગળી ઉમેરવા માંગતા હો તો પહેલા ગરમ તેલમાં જીરૂ ઉમેરો. તે પછી તેમાં ડુંગળી મેળવી હળવી સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. આ પછી ટામેટાની પેસ્ટ અને અન્ય મસાલા ઉમેરો અને તેને રાંધી લો.
કપૂર જેવી સુગંધ આપે છે આ છોડના પાંદડા, દીવો પ્રગટાવવા માટે થાય છે ઉપયોગ, જાણો પાંડવ બત્તીની ખાસિયત
મસાલામાં બાફેલા રાજમા ઉમેરો
રાજમાં બફાઇ ગયા પછી કૂકરનું પ્રેશર આપમેળે બહાર આવવા દો. તૈયાર કરેલા મસાલામાં બાફેલા રાજમા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. રાજમા ઉકાળેલું પાણી પણ જરૂર મુજબ ઉમેરી શકાય છે. આ ગ્રેવીમાં સારો સ્વાદ ઉમેરશે. હવે તેને ધીમા તાપ પર 10-15 મિનિટ સુધી રાંધવા દો, જેથી મસાલા રાજમામાં સારી રીતે ભળી જાય. વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
ગરમ મસાલો ઉમેરો અને પીરસો
જ્યારે ગ્રેવી ઇચ્છા મુજબ ઘટ્ટ થાય ત્યારે તેમાં ગરમ મસાલો અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. જો ઇચ્છો તો, તમે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. ગેસની ફ્લેમ બંધ કરી થોડી મિનિટો માટે ઢાંકી દો, જેથી સ્વાદ સારી રીતે ભળી જાય. તમારો પંજાબી સ્ટાઇલના રાજમા મસાલા તૈયાર છે. તેને કોથમીરથી સજાવીને ભાત, રોટલી અથવા નાન સાથે ગરમ ગરમ પીરસો.
