શેરબજાર સમાચાર, એશિયન બજારો નરમ, ક્રૂડ ઓઇલ 115 ડોલર

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Share Market Information At the moment Reside Replace In Gujarati : એશિયન શેરબજારોના નરમ સંકેત વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સોમવારે ઘટાડે ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 133 પોઇન્ટ ઘટીને 73000 લેવલ નીચે 72990 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 76 પોઇન્ટ ઘટી 22,524 ખુલ્યો છે. આઈટી અને એફએમસીજી સ્ટોકમાં વેચવાલીના દબાણથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ  600 પોઇન્ટથી વધુ ઘટીને 72514 લેવલ સુધી તૂટ્યો હતો. હાલ સેન્સેક્સ 400 પોઇન્ટના ઘટાડે 72750 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. 

એશિયન બજારો નરમ, ક્રૂડ ઓઇલ 115 ડોલર

એશિયન શેરબજારોમાં સોમવારે મિશ્ર વલણ હતું. આજે  જાપાન શેરબજારનો Nikkei ઇન્ડેક્સ  450 પોઇન્ટથી વધુ ઘટીને ટ્રેડિંગી કરી રહ્યો છે. તો કોરિયાનો Kospi ઇન્ડેક્સ 90 પોઇન્ટ, ઇન્ડોનેશિયા બજાર 40 પોઇન્ટ, શાંઘાઇ, અને સિંગાપુર માર્કેટ સાધારણ નરમ હતા. ભારતનો Reward Nifty ઇન્ડેક્સ સપાટ ટ્રેડિંગ કરી રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ વાયદો 115 ડોલર પ્રતિ બેરલ બોલાતો હતો. 

  • Oct 26, 2026 16:13 IST

    ITC હોટેલ્સ 8 ટકા ઉછળ્યો

    આઈટીસી હોટેલ્સ લિમિટેડનો શેર 8.2 ટકા ઉછળીને ₹ 164.40 બંધ થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 52 ટકા વધીને ₹ 201 કરોડ અને આવક 25.5 ટકા વધીને ₹ 1054 કરોડ થઇ છે. પ્રોત્સાહક પરિણામ બાદ શેર વધ્યો છે. ઇન્ડિયન હોટેલ શેર 1.2 ટકા વધ્યો હતો.

  • Oct 26, 2026 16:08 IST

    સેન્સેક્સ 5 ટોપ ગેઇનર અને લૂઝર શેર

    સેન્સેક્સના 30 બ્લુચીપ સ્ટોક માંથી 25 શેર વધીને બંધ થયા હતા. જેમાં અદાણી પોર્ટ્સ 2.7 ટકા, ઇટરનલ, કોટક બેંક અઢી ટકા, ટ્રેન્ટ 1.7 ટકા અને ટાટા સ્ટીલ દોઢ ટકા સુધર્યા હતા. તો ઘટીને બંધ થયેલા 5 શેરમા બજાજ ફાઈનાન્સ, HDFC બેંક, મારૂતિ સુઝુકી, HCL ટેકનોલોજી, પાવરગ્રીડ શેર પોણા ટકા આસપુાસ નરમ હતા.

  • Oct 26, 2026 15:59 IST

    સેન્સેક્સ ચાર દિવસ બાદ 483 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 153 પોઇન્ટ રિકવર

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ચાર દિવસ બાદ વધીને બંધ થયા છે. સરકાર દ્વારા LTCG અને વિદેશી રોકાણકારોને કર રાહત મળવાની અટકળો શેરબજાર સુધર્યું છે. આજે સેન્સેક્સ 483 પોઇન્ટ સુધરીને 73606 અને નિફ્ટી 153 પોઇન્ટ વધીને 22753 બંધ થયા છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 73606 થી 72514 હતી. 

  • Oct 26, 2026 13:35 IST

    શ્રીરામ ફાઈનાન્સ શેર 11 મહિનાને તળિયે

    શ્રીરામ ફાઈનાન્સ લિમિટેડનો શેર ઇન્ટ્રા ડે 7 ટકાથી વધુ ઘટીને ₹ 810.20 બોલાયો હતો, જે 11 મહિનાન સૌથી નીચો ભાવ છે. આ ઘટાડાનું કારણ શેરના ટાર્ગેટ પ્રાઇસમાં ડાઉનગ્રેડિંગ છે. બ્રોકરેજ ફર્મ CLSA એ શ્રીરામ ફાઈનાન્સને આઉટપરફોર્મ (Outperform) રેટિંગ આપ્યું છે, જો કે શેર ટાર્ગેટ પ્રાઇસ ₹ 1200 થી ઘટાડી ₹ 1100 કર્યો છે. ઉલ્લેખનિય છે કે, 6 ઓગસ્ટ 2026ના રોજ 52 અઠવાડિયાની ઉંચી સપાટી ₹ 1153.65 બોલાયો હતો. ત્યારબાદથી આ શેર 30 ટકા ઘટી ગયો છે.

  • Oct 26, 2026 10:08 IST

    BLS પોલિમર્સ સહિત 9 આઈપીઓ ખુલશે, બુધવારે Jio પ્લેટફોર્મ્સ શેર લિસ્ટેડ થશે

    IPO માર્કેટમાં રોકાણકારોને કમાણીનો જબરદસ્ત મોકો મળી શકે છે. 26 ઓક્ટોબરથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં Jio IPO શેર લિસ્ટિંગ પર સૌની નજર રહેશે. ઉપરાંત 9 નવા આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલવાના છે, જેમા 4 SME IPO છે. શેર લિસ્ટિંગની વાત કરીયે તો જિયો પ્લેટફોર્મ અને પારસ હેલ્થકેર લિમિટેડના આઈપીઓ શેર લિસ્ટિંગ થવાના છે. વાંચો સંપૂર્ણ અહેવાલ

  • Oct 26, 2026 09:37 IST

    સેન્સેક્સ 400 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 150 પોઇન્ટ નરમ

    એશિયન શેરબજારોના નરમ સંકેત વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સોમવારે ઘટાડે ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 133 પોઇન્ટ ઘટીને 73000 લેવલ નીચે 72990 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 76 પોઇન્ટ ઘટી 22,524 ખુલ્યો છે. આઈટી અને એફએમસીજી સ્ટોકમાં વેચવાલીના દબાણથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ  600 પોઇન્ટથી વધુ ઘટીને 72514 લેવલ સુધી તૂટ્યો હતો. હાલ સેન્સેક્સ 400 પોઇન્ટના ઘટાડે 72750 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. 

  • Oct 26, 2026 08:56 IST

    એશિયન બજારો નરમ, ક્રૂડ ઓઇલ 115 ડોલર

    એશિયન શેરબજારોમાં સોમવારે મિશ્ર વલણ હતું. આજે  જાપાન શેરબજારનો Nikkei ઇન્ડેક્સ  450 પોઇન્ટથી વધુ ઘટીને ટ્રેડિંગી કરી રહ્યો છે. તો કોરિયાનો Kospi ઇન્ડેક્સ 90 પોઇન્ટ, ઇન્ડોનેશિયા બજાર 40 પોઇન્ટ, શાંઘાઇ, અને સિંગાપુર માર્કેટ સાધારણ નરમ હતા. ભારતનો Reward Nifty ઇન્ડેક્સ સપાટ ટ્રેડિંગ કરી રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ વાયદો 115 ડોલર પ્રતિ બેરલ બોલાતો હતો. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *