રામાયણ ફિલ્મનું મંગલ રંગ ગીત રિલીઝ, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Ramayana Film Launch Date : રામાયણ મૂવી થિયેટરમાં જોવા દર્શકો આતુર છે. હવે રણબીર કપૂર અને સાંઈ પલ્લવીનું ફિલ્મ ‘રામાયણ’નું નવું ગીત ‘મંગલ રંગ’ રિલીઝ થયું છે. આ ગીતમાં ભગવાન રામ અને માતા સીતાના લગ્નની સુંદર ઝલક જોવા મળે છે. લગ્નની વિધિ, પ્રેમ અને ભારતીય પરંપરાઓને દર્શાવતું આ ગીત લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. તેને અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે ગાયું છે. ગીતમાં એઆર રહેમાને સંગીત આપ્યું છે અને કુમાર વિશ્વાસે ગીતના બોલ લખ્યા છે.

રામ સીતાના લગ્નની ઝલક

રામાયણ ફિલ્મના ‘મંગલ રંગ’માં ભગવાન રામ અને માતા સીતાના લગ્નનું વાતાવરણ જોવા મળે છે. આ ગીતમાં લગ્નની ખુશી અને બંને વચ્ચેના પ્રેમને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. તેમાં મૈથિલી લોક સંગીતની ઝલક પણ છે, જે ગીતને પરંપરાગત શૈલી આપે છે. અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલના અવાજો આ ગીતને વધુ ખાસ બનાવે છે.

એ.આર.રહેમાનું સુમધુર સંગીત

ફિલ્મ ‘રામાયણ’ના ગીતો વિશે પહેલાથી જ ઘણી ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું મ્યુઝિક લોન્ચિંગ ઇવેન્ટ ચેન્નાઈમાં યોજાયું હતું. આ દરમિયાન એ.આર.રહેમાને ‘મંગલ રંગ’ સહિત ઘણા ગીતો લાઇવ પરફોર્મ કર્યા હતા. આ કાર્યક્રમમાં રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ સહિત ફિલ્મના ઘણા કલાકારો પણ હાજર રહ્યા હતા. હવે આ ગીતનો ઓફિશિયલ વીડિયો પણ રિલીઝ થઈ ગયો છે.

રામાયણ ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

નિતેશ તિવારી દિગ્દર્શિત ફિલ્મ રામાયણ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ અને સાંઈ પલ્લવી માતા સીતાનું પાત્ર ભજવે છે. તો યશ રાવણ, રવિ દુબે લક્ષ્મણ અને સની દેઓલ હનુમાનના રોલમાં જોવા મળશે. નમિત મલ્હોત્રા પ્રોડ્યુસ કરી રહેલી આ ફિલ્મનો પ્રથમ ભાગ 5 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થશે. બીજો ભાગ દિવાળી 2027માં થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.

બોલિવૂડના રાવણ: દરેક યુગમાં લંકાપતિની સ્ટાઇલ કેવી રીતે બદલાઈ છે?

રાવણની સફર બતાવે છે કે સમય જતાં અભિનયની રીત બદલાઈ ગઈ છે. અગાઉ ઊંચો અવાજ અને નાટ્યાત્મક ડાયલોગ એમની ઓળખ હતી, પરંતુ આજના લુક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, એક્શન અને ઇમોશનલ લેયર્સ પણ મહત્ત્વના છે. ચાલો રાવણના પાત્રો પર એક નજર કરીએ જે સમય જતાં બદલાય છે. વાંચો સંપૂર્ણ અહેવાલ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *