અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


અમદાવાદ શહેરમાં રવિવારે બપોરે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. બપોરે 3 વાગ્યાની આસપાસ શહેરના વિવિધ વિસ્તારોમાં કાળાડીબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં ભાદરવા મહિનામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયા અને વાહનવ્યવહાર

છેલ્લા અડધા કલાકથી વધુ સમય સુધી પડેલા મુસળધાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

આ પણ વાંચો: યુક્રેનનો મોસ્કો પર ભીષણ ડ્રોન હુમલો, 2 લોકોના મોત અને અનેક ઇજાગ્રસ્ત, બિલ્ડિંગો ક્ષતિગ્રસ્ત

આજે રવિવારની જાહેર રજા હોવાથી મોટાભાગના લોકો ઘરોમાં જ રહ્યા હતા. જેના કારણે રસ્તાઓ પર વાહનોની અવરજવર ઓછી જોવા મળી હતી અને ટ્રાફિકજામ જેવી મોટી સમસ્યાઓમાંથી શહેરીજનોને રાહત મળી હતી.

પશ્ચિમ બંગાળ પર સર્જાયેલી હવામાન સિસ્ટમ અને લો-પ્રેશરને કારણે ગુજરાતમાં ભાદરવા મહિનાના આકરા તાપ વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મુખ્ય વિસ્તારોમાં વરસાદી આગાહી

  • અમદાવાદ અને ગાંધીનગર: અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
  • દક્ષિણ અને મધ્ય ગુજરાત: સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, પંચમહાલ અને આણંદ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.
  • સૌરાષ્ટ્ર અને કચ્છ: ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકો દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેવાની અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *