Ather Konarc Electrical Scooter Launches : ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની એથર એનર્જીએ ભારતીય બજારમાં તેની મોસ્ટ અવેટેડ ફેમિલી ઓરિએંટેડ ઇલેક્ટ્રિક સ્કૂટર Ather Konarc લોન્ચ કર્યું છે. નવા ઇ-સ્કૂટરની શરૂઆતની કિંમત 99,999 રુપિયા રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ એથરનું પહેલું પ્રોડક્શન સ્કૂટર છે, જેને કંપનીના આગામી પેઢીના EL પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવ્યુ છે. આ લાઇનઅપ ગ્રાહકોને બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે S Line અને Z Line. કંપની 21 સપ્ટેમ્બરથી તેની ડિલિવરી શરૂ કરવાની છે. સ્કૂટરની ડિઝાઇન, રેન્જ અને ફિચર્સ વિશે જાણીએ.
વેરિઅન્ટ પ્રમાણે કિંમત
બેઝ વેરિએન્ટ કોનાર્ક S ના 100 કિમીની રેન્જ વાળાની કિંમત 99,999 રુપિયા રાખવામાં છે. 125 કિમી રેન્જ વેરિઅન્ટ 1,21,999 રુપિયામાં અને 161 કિમી રેન્જ વેરિઅન્ટ 1,44,999 રુપિયામાં ઉપલબ્ધ થશે. 200 કિમી લાંબી રેન્જ વાળા વેરિઅન્ટની કિંમતો પછીથી જાહેર કરવામાં આવશે. બીજી તરફ 125 કિમી અને 161 કિમી રેન્જ ધરાવતી Konarc Z શ્રેણીને કમિંગ સૂન લિસ્ટમાં રાખવામાં આવી છે. આનો અર્થ એ છે કે તેમની કિંમતો પણ પછીથી જાહેર કરવામાં આવશે.
આકર્ષક ડિઝાઇનથી સજ્જ
લુક અને ડિઝાઇનની દ્રષ્ટિએ નવી એથર કોનાર્ક કંપનીની જૂની 450 શ્રેણી કરતાં વધુ શાર્પ અને સ્પોર્ટી દેખાય છે. તેના હેન્ડલબારમાં ઇન્ટિગ્રેટેડ LED હેડલેમ્પ, ગ્લોસી બ્લેક હેન્ડલબાર કાઉલ અને ફ્રન્ટ એપ્રોન પર U-શેપ્ડLED DRL છે, જે તેને આકર્ષક લુક આપે છે. આ સિવાય કારમાં પહોળી સિંગલ-પીસ સીટ, સિલ્વર પિલિયન ગ્રેબ રેલ, ફ્લેટ ફ્લોરબોર્ડ, ઇન્ટિગ્રેટેડ બેકરેસ્ટ અને કોન્ટ્રાસ્ટિંગ ઇનર પેનલ્સ આપવામાં આવ્યા છે. સ્કૂટરમાં ટચસ્ક્રીન ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ અને ફ્રન્ટ સ્ટોરેજ કબિ જેવી સુવિધા પણ આપવામાં આવી છે.
રેન્જ અને ટોપ સ્પીડ
પાવર અને પર્ફોર્મન્સની દ્રષ્ટિએ Ather Konarc માં કંપનીની નવી Bedrock બેટરી સિસ્ટમ આપવામાં આવી છે. તે અલગ-અલગ બેટરી કોમ્બિનેશન સાથે આવે છે. તેના ટોપ-એન્ડ S-Line વેરિઅન્ટમાં એક જ ચાર્જ પર 200 કિમીની IDC રેન્જ ઓફર કરવાનો દાવો કરવામાં આવે છે. તેનું બેઝ વેરિઅન્ટ 100 કિમીની IDC રેન્જ ઓફર કરે છે. સ્પીડની દ્રષ્ટિએ S-Line વેરિઅન્ટમાં 70 કિમી/કલાકની ટોપ સ્પીડ છે, જ્યારે Z-Line વેરિઅન્ટમાં 80 કિમી/કલાકની ટોપ સ્પીડ છે.
અમૃત ભારત 3.0: ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એસી સાથે 6 સ્લીપર કોચ, જાણો કેવી છે રેલવેની આ નવી મોર્ડન ટ્રેન
‘Airwalk’ ફિચર સફરને સરળ બનાવશે
આ નવા ફેમિલી સ્કૂટરમાં રોજિંદા ઉપયોગ માટે Ather એ ઘણી એડવાન્સ ફિચર્સ ઉમેર્યા છે. તેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે-સાથે ‘Airwalk’ નામનું એક ખાસ અને યૂનિક ફિચર આપવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક સ્કૂટર સામાન્ય રીતે ભારે હોય છે, જેના કારણે તેમને સાંકડી જગ્યાઓ, પાર્કિંગ અથવા ઢોળાવ પર હાથથી ધક્કો આપવો થોડું મુશ્કેલ હોય છે. Airwalk ફિચર ઇલેક્ટ્રિક મોટરની મદદથી સ્કૂટરને પેદલ આગળ કે પાછળ ખસેડવાનું અત્યંત સરળ બનાવશે.
ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
ચાર્જિંગને સરળ બનાવવા માટે નવું Ather ઇલેક્ટ્રિક સ્કૂટર 450W ઇન-બિલ્ટ ચાર્જર સાથે આવે છે. યુઝર્સ સીધા કોઈપણ નોર્મલ ઇલેક્ટ્રિકલ સોકેટમાં ચાર્જિંગ કેબલ જોડી શકે છે. નવા EL પ્લેટફોર્મના કારણે તેમાં ઓનબોર્ડ ચાર્જિંગ ટેકનોલોજીનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે, જે 900W સુધીની કુલ ચાર્જિંગ ક્ષમતા પ્રદાન કરે છે. કંપનીનો દાવો છે કે આ ટેકનોલોજી સ્કૂટરની બેટરીને ફક્ત 2 કલાકમાં 0 થી 80 ટકા સુધી સરળતાથી ચાર્જ કરી શકે છે.
