Nepal flood : નેપાળમાં પૂરે ભયંકર તબાહી મચાવી છે. પૂરના ઘણા ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં જોવા મળે છે કે બધું શાંત છે, અચાનક જાણે જળ પ્રલય થયું અને થોડી જ સેકન્ડોમાં બધું જ તબાહ થઇ ગયું. વીડિયોમાં ઘણા લોકો રસ્તા પર ભાગતા અને ચીસો પાડતા જોવા મળી રહ્યા છે. આ પછી પાણી રોદ્ર સ્વરૂપમાં આવે છે અને તે તેની સાથે બધું તણાઇ જાય છે. આ વીડિયો ચીનના તિબેટના ગ્યિરોંગ પોર્ટનો છે.
થોડી જ ક્ષણોમાં બધું જ તણાઈ ગયું
તબાહીનો આ વીડિયો ખરેખર ડરામણો છે અને તમને વિચલિત કરી શકે છે. ગ્યિરોંગ પોર્ટ જે નેપાળના રસુવા જિલ્લાની બરાબર સામે છે. આ અચાનક પૂરે સૌ પહેલા અહીં તબાહી મચાવી હતી અને બાદમાં નેપાળમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
ચીનની સરકારી એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર ત્યાં ઘણા લોકો લાપતા છે. ત્યાંથી ભોટેકોશી નદીમાં પૂરનું પાણી આવ્યું હતું, જેના કારણે તેનું પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું અને નેપાળના રસુવા જિલ્લામાં સ્યાફ્રુબેસી અને તિમુરે બજાર સંપૂર્ણપણે વહી ગયું હતું. આ ઘટનાના સાક્ષી એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે અવાજ એવો હતો જાણે જ્વાળામુખી ફાટ્યો હોચ, લોકો ચીસો પાડતા ભાગી રહ્યા હતા.
વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે નેપાળના રસુવામાં આવેલા પૂરની આ તસવીરો ખૂબ જ ડરામણી છે. વિનાશનું દ્રશ્ય અવિશ્વસનીય લાગે છે, જાણે કે તે કોઈ ડિઝાસ્ટર મૂવીનું દ્રશ્ય હોય. સમગ્ર હિમાલય ક્ષેત્રમાં આવી અચાનક આવતા પૂર માટે વધુ સારી અર્લી વોર્નિંગ સિસ્ટમ પર ગંભીરતાથી કામ કરવાની જરૂર છે.
That is critically scary. CCTV footage from Gyirong Port in Tibet, China, straight reverse Nepal’s Rasuwa district. This flash flood hit right here first and later precipitated huge havoc in Nepal. Can’t even think about somebody surviving this. Prayers for everybody affected. 🙏 https://t.co/o805P8KGSupic.twitter.com/31QzZ64aBD
— Nikhil saini (@iNikhilsaini) August 26, 2026
પૂરનું કારણ શું છે?
નેપાળ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત થયા છે, જ્યારે રસુવાના ઘણા ગામો અને હાઇડ્રો પ્રોજેક્ટ્સ નાશ પામ્યા છે. રસ્તાઓ, વીજળી અને સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે, સૈન્યના હેલિકોપ્ટર પણ પાણી વધારે હોવાને કારણે લેન્ડ કરી શકતા નથી. નદીના કિનારે રહેતા લોકોને ઊંચાઈ પર જવાની ચેતવણી આપવામાં આવી છે, પૂરનું કારણ ગ્લેશિયર ઝીલ ફાટી હોવાનું માનવામાં આવે છે.
નેપાળ પુરમાં 100થી વધુ ભારતીયો સહિત 400 જેટલા નાગરિકો લાપતા
નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે જણાવ્યું હતું કે ભૂકંપને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે પૂર આવ્યું છે. ઉત્તરી નેપાળમાં વસાહતોને તબાહ કરનાર પૂર ભૂકંપને કારણે મોટા પાયે ભૂસ્ખલન થયું હતું અને ભોટે કોશી નદીનો પ્રવાહ અટકી ગયો હતો.
હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો
દુનિયાભરમાં ભૂકંપનો રેકોર્ડ રાખનાર સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીઇએસ)એ પણ ત સમયે આ વિસ્તારમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો હતો. પીટીઆઈના મતે નેપાળ ટૂરિઝમ બોર્ડે મદદ માટે ટોલ ફ્રી ઇમરજન્સી નંબર 1234, હોટલાઇન નંબર 1144 અને ટૂરિસ્ટ પોલીસ નંબર પણ જાહેર કર્યો છે.
