Nationwide Youth Day 2026: યુવા દિવસ પર સ્વામી વિવેકાદનંદના 10 સુવાક્ય, જીવનભર પ્રેરણા આપશે અને નિરાશા દૂર કરશે

Nationwide Youth Day 2026: યુવા દિવસ પર સ્વામી વિવેકાદનંદના 10 સુવાક્ય, જીવનભર પ્રેરણા આપશે અને નિરાશા દૂર કરશે

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Swami Vivekananda Inspiring Quotes In Gujarati : સ્વામી વિવેકાનદ ભારતના મહાન આધ્યાત્મિક નેતા અને દાર્શનિક હતા, જેના વિચારો 150 વર્ષ બાદ પણ આજે લોકોને પ્રેરણા આપે છે. તેમનો જન્મસ 12 જાન્યુઆરી, 1863ના રોજ પશ્ચિમ બંગાળના કલકત્તામાં થયો હતો. તેમના જન્મદિનને ભારતમાં યુવા દિવસ તરીકે ઉજવાય છે.  બહુ નાની ઉંમરમાં તેમણે આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરી હતી. વર્ષ 1893માં 11 સપ્ટેમ્બરના રોજ શિકાગોની વિશ્વ ધર્મ સભામાં સ્વામી વિવેકાનંદજીએ આપેલું ભાષણ આજે પણ યાદ કરવામાં આવે છે. 

Swami Vivekananda Inspiring Quotes And Ideas : સ્વામી વિવેકાનંદના પ્રેણાત્મક વાક્ય અને વિચારો

સ્વામી વિવેકાનંદ માત્ર 39 વર્ષ જીવ્યા હતા પણ ઓછી તેમના પ્રેણાત્મક વાક્ય અને વિચારોથી આજે પણ લોકમાનસમાં જીવિત છે. 4 જુલાઇ, 1902ના રોજ કલક્કાના બેલૂર મઠમાં તેમનું નિધન થયુ હતું. આટલી નાની ઉંમરમાં તેમણે ઘણી આધ્યાત્મિક અને વૈચારિક પ્રગતિ કરી હતી. તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા હતા. સ્વામી વિવેકાનંદના સુવિચારો યુવા થી લઇ વૃદ્ધોને પ્રેરણા આપતા રહે છે. આ યુવા દિવસ 2026 પર સ્વામી વિવેકાનંદના 10 પ્રેરણાત્મક વિચારો આપ્યા છે, જે તમને જીવન અને કરિયરમાં લક્ષ્ય પ્રાપ્તિ માટે સતત આગળ વધવા તેમજ નિરાશા માંથી બહાર નીકળવાની પ્રેરણા આપતા રહે છે.

1. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો પ્રચંડ ખંત અને દ્રઢ ઇચ્છાશક્તિ હોવા જોઇએ.

2. જેની પાસે શ્રેષ્ઠ વિચાર હોય છે તે ક્યારેય એકલો રહી શકતો નથી.

3. ઇચ્છાશક્તિનું મુળ છે ઈશ્વર, સ્વયંમ ૫રમાત્મા… સમુદ્ર તરવો હોય તો તમારામાં લોખંડી ઇચ્છાશકિત જોઇશે. ૫હાડો વિંઘી નાખવા જેટલું બળ જોઇશે તમે કમર કશીને તૈયાર રહો, કશાની ૫ણ ચિંતા ન કરશો.

4. પ્રયત્ન કરતા રહો, જ્યારે તમને ચારેકોર અંધકાર જ અંધકાર દેખાય તો ૫ણ પ્રયત્ન કરતા રહો! કોઈ પણ સંજોગોમાં હિંમત હારશો નહીં, બસ પ્રયત્ન કરતા રહો! તમને તમારું લક્ષ્ય જરૂર મળશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

national youth day 2026 | Swami Vivekananda jayanti | Swami Vivekananda Quotes
Nationwide Youth Day 2026: ભારતમાં સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે. {Photograph}: (Freepik)

5. દિવસ માં એકવાર પોતાની જાત સાથે વાત કરો નહીં તો દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવાનો અવસર જતો રહેશે.

6. તમને કોઈ શીખવાડી નથી શકતું. કોઈ ધાર્મિક બનાવી નથી શકતું. તમારે બધું જાતે જ શીખવાનું છે. આત્મા થી શ્રેષ્ઠ શિક્ષક કોઈ નથી. : સ્વામી વિવેકાનંદ

7. વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.

8. જે મનુષ્યને પોતાની જાતમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. જુના ધર્મોએ કહયું છે.”જેને પ્રભુમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.” નવો ધર્મ કહે છે. “જેને પોતાનામાં જ શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.”

આ પણ વાંચો : સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી યુવા દિવસ તરીકે કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ અને મહત્વ

9. દુનિયા તમને એ સમય સુધી ક્યારેય હરાવી નથી શકતી, જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી ન જાવ.

10. જેવુ તમે વિચારો છો એવા જ બની જશો. ખુદને નિર્બળ માનશો તો નિર્બળ અને સબળ માનશો તો સબળ જ બની જશો 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *