સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સૌથી વધુ અનક્લેમ્ડ નાણા: RBI ના DEA ફંડમાં સૌથી વધુ રકમ એસબીઆઈ (SBI) એ રૂ. 20,040 કરોડ ટ્રાન્સફર કરી છે. ત્યારબાદ પંજાબ નેશનલ બેંક (PNB) ના રૂ. 7,585 કરોડ આ ફંડમાં છે. આ સિવાય કેનરા બેંકના રૂ. 6,830 કરોડ, બેંક ઓફ બરોડાના રૂ. 5,848 કરોડ અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના રૂ. 5,549 કરોડ જમા છે. પ્રાઇવેટ બેંકોની વાત કરીએ તો આઇસીઆઇસીઆઇ બેંકે રૂ. 2,278 કરોડ, એચડીએફસી બેંકે રૂ. 1,912 કરોડ અને એક્સિસ બેંકે રૂ. 1,734 કરોડ DEA ફંડમાં મોકલ્યા છે.
