વરસાદી માહોલમાં સાવધાન! દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ? જાણો ચા પીવાના ફાયદા અને ગેરફાયદા

વરસાદી માહોલમાં સાવધાન! દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ? જાણો ચા પીવાના ફાયદા અને ગેરફાયદા

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


ચા માત્ર એક પીણું નથી પરંતુ મોટાભાગના ભારતીયો માટે દિવસની શરૂઆત કરવાનો સૌથી પ્રિય રસ્તો છે. સવારના નાસ્તાથી લઈને સાંજના થાક સુધી એક કપ ચા તરત જ મૂડ ફ્રેશ કરી દે છે. પરંતુ ચા પ્રેમીઓ વરસાદી માહોલમાં ઘણીવાર એક દિવસમાં 5 થી 6 કપ ચા પી જતા હોય છે. શું તમે જાણો છો કે વધુ પડતી ચા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે? મોસમ ગમે તે હોય પણ દિવસમાં ચા કેટલા કપ પીવી અને ક્યારે પીવી તે જાણવું ખુબ જ જરૂરી છે. વધુ પડતા પ્રમાણમાં ચા પીવાથી સ્વાસ્થ્યને નુક્સાન પહોંચી શકે છે.

ચા માં કેફીન, ટૈનિન અને પોલીફેનોલ્સ જેવા તત્વો હોય છે. જે શરીરને એનર્જી આપે છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વસ્થ રહેવા માટે કેટલા કપ ચા પીવી જોઈએ. ચાલો તમને જણાવીએ.

વધુ ચા પીવાના સાઇડ ઈફેક્ટ

કેફીન શરીર માટે સારૂ હોય છે પરંતુ વધારે માત્રામાં ચા પીવાથી ગણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે. ICMR ની રિપોર્ટ અનુસાર, એક દિવસમાં 1-2 કપ ચા પીવી નુક્સાનકારક નથી. આથી વધારે ચા પીવાથી શરીરમાં કેફીન જમા થઈ જાય છે.

આ પણ વાંચો: ચોમાસામાં બનાવો બટાકા-ડુંગળીના મિક્સ ભજીયા, નોંધી લો ચટાકેદાર રેસીપી

ચા સાથે નાસ્તો નુક્સાનકારક

લોકો ચા સાથે હાઇ કેલરીવાળા સ્નેક્સ જેવા કે ભજીયા, બિલ્કીટ, નમકીન ખાય છે. આનાથી પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ચા વધારે માત્રામાં પીવાથી બ્લડ પ્રેશર હાઈ રહે છે. કેફીન સાથે કેલરી ઈનટેક કરવામાં સમસ્યા થઈ શકે છે. ચા માં ખાંડ પણ નાંખવામાં આવે છે. કેફીન અને ખાંડ મળીને બ્લડ શુગરનું લેવલ વધારે છે. વધારે પ્રમાણમાં ચા પીવાથી શરીરમાં ફેટ જમા થાય છે. પછી તમારો વજન ઝડપથી વધવા લાગે છે.

ડિસ્ક્લેમર: આ લેખ માત્ર સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. કોઈ પણ પ્રકારની વિશેષ જાણકારી માટે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ પાસેથી સલાહ લો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *