રાજકોટમાં પ્રાઇમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ, પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં નાકાબંધી

રાજકોટમાં પ્રાઇમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ, પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં નાકાબંધી

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પટેલ વાડી પાસે આવેલી ‘પ્રાઇમ એન્ટરપ્રાઇઝ’ નામની આંગડિયા પેઢીમાં સશસ્ત્ર લૂંટની મોટી ઘટના સામે આવી છે. બે અજાણ્યા બુકાનીધારી શખ્સો હાથમાં ઘાતક હથિયારો સાથે પેઢીની ઓફિસમાં ઘસી આવ્યા હતા અને હાજર કર્મચારીઓને ડરાવી-ધમકાવી રૂ. 19 લાખ ભરેલો રોકડનો થેલો આંચકીને ફરાર થઈ ગયા હતા.

લૂંટની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, બે શખ્સોએ આજે સવારે 10:20 વાગ્યે આંગડિયા પેઢીના કર્મચારીને આંગડિયું કરવું છે કહી ઓફિસમાં દાખલ થયા હતા, જે બાદ તેઓએ આંગડિયા કર્મચારીનું ગળું પકડી લીધુ હતું અને બે લૂંટારુ પૈકી એક શખ્સે હથિયાર બતાવી રૂપિયા 18 લાખની લૂંટને અંજામ આપ્યો હતો.

આ બનાવની જાણ થતા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, બી ડિવિઝન પોલીસ, તેમજ ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન 1 તથા LCB ઝોન 1ની અલગ અલગ ટિમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ત્યાં જ લૂંટારાઓને પકડી પાડવા માટે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *