Joyful Radha Ashtami Needs : રાધા અષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય રાધાજીનો પ્રાગટ્ય દિવસ. પૌરાણિક માન્યતા મુજબ રાધાજીનો જન્મ ભાદરવી સુદ આઠમના રોજ મથુરાના બરસાના ગામમાં થયો હતો. આ પવિત્ર દિવસ પર રાધા કૃષ્ણની ખાસ પૂજા કરવામાં આવે છે. અહીં રાધા અષ્ટમી શુભેચ્છા સંદેશ આપ્યા છે, જેના દ્વારા તમારા પ્રિયજનોને રાધા આઠમની શુભકામના પાઠવી આ પવિત્ર દિવસને યાદગાર બનાવી શકાય છે.
આ વખતે રાધા અષ્ટમી શનિવાર, 19 સપ્ટેમ્બર 2026ના રોજ ઉજવવામાં આવશે. તમને જણાવી દઇયે કે, શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના 14 દિવસ બાદ બાદ રાધા આઠમની કૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને બરસાના, વૃંદાવન, મથુરામાં રાધા અષ્ટમીની ધાર્મિક વિધિ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/09/19/radha-rani-birthday-wishes-2026-09-19-00-10-01.jpg)
રાધા અષ્ટમી શુભેચ્છા શાયરી
કાન્હાની પ્રીત છે રાધા,ભક્તોની આસ્થા છે રાધા,જેના વિના શ્યામ અધૂરા છે, એ પ્રેમની વ્યાખ્યા છે રાધા. રાધા અષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ!
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/09/19/happy-radha-ashtami-2026-wishes-messages-2026-09-19-00-10-41.jpg)
જ્યાં સુધી સૃષ્ટિ રહેશે, ત્યાં સુધી રાધા-કૃષ્ણનો પ્રેમ અમર રહેશે. જેમ રાધાજી કૃષ્ણના હૃદયમાં વસે છે, તેમ તમારા જીવનમાં પણ પ્રેમ અને ખુશીઓ વસે. હેપ્પી રાધા અષ્ટમી!
રાધા નામ લેતાં જ બગડેલા કામ બની જાય, શ્રી કૃષ્ણ પણ દોડી આવે જ્યારે કોઈ રાધા નામ ગાય. પ્રેમ અને ભક્તિના આ મહાપર્વની તમને ખૂબ ખૂબ વધામણી.રાધા અષ્ટમીની શુભકામનાઓ!
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/09/19/radha-ashtami-2026-wishes-messages-2026-09-19-00-11-17.jpg)
રાધા નામનો મહિમા અપરંપાર છે, જે લે નામ એનો બેડો પાર છે, શ્યામ પણ જેમના પ્રેમમાં દીવાના છે, એવા રાધા રાણીના ચરણોમાં વંદન છે. રાધા અષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
પ્રેમની વ્યાખ્યા છે રાધા,કૃષ્ણની આરાધના છે રાધા,જેના વગર કાનો પણ અધૂરો છે,એવો પવિત્ર સંબંધ છે રાધા.રાધા અષ્ટમીની હાર્દિક શુભકામનાઓ!
રાધા આઠમ શુભકામના સંદેશ
રાધા રાણીની કૃપાથી તમારા જીવનમાં હંમેશા પ્રેમ, આનંદ અને સુખ-શાંતિ જળવાઈ રહે તેવી અભિલાષા. હેપ્પી રાધા અષ્ટમી!
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/09/19/radha-ashtami-wishes-messages-2026-09-19-00-11-57.jpg)
રાધા અષ્ટમીના આ પવિત્ર દિવસે રાધારાણી અને શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશાં તમારા અને તમારા પરિવાર પર વર્ષતા રહે તેવી પ્રાર્થના. બોલો શ્રી રાધે રાધે!
કૃષ્ણ ભક્તિની શક્તિ છે રાધા, ભક્તોની દરેક મુશ્કેલી હરે છે રાધા. પવિત્ર રાધા અષ્ટમીની આપને અને આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/09/19/radha-ashtami-2026-wishes-in-gujarati-2026-09-19-00-12-51.jpg)
કોઈ પૂછે કે પ્રેમ એટલે શું? હસીને કહી દેજો કે શ્રી કૃષ્ણનું હૃદય અને રાધાજીનું નામ! રાધા અષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.
કરુણામયી, પ્રેમમયી શ્રી રાધાજી તમારા જીવનના તમામ દુઃખો દૂર કરે અને સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ અર્પે. રાધા અષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ.
જેના નામ માત્રથી કૃષ્ણ પણ દોડી આવે છે, એવી વ્હાલી રાધારાણીના પ્રકટોત્સવની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ! રાધા રાણી તમારા જીવનમાં પ્રેમ અને શાંતિ અર્પે. જય શ્રી રાધે રાધે!
