GSEB ssc tenth end result 2026 declared : ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10નું 83.86 ટકા પરિણામ, અહીં વાંચો A to Z માહિતી

GSEB ssc tenth end result 2026 declared : ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10નું 83.86 ટકા પરિણામ, અહીં વાંચો A to Z માહિતી

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


GSEB ssc tenth end result 2026 declared : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે 6 મે 2026ના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 10નું 83.86 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.  બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ પરીક્ષામાં કૂલ 769993 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 756392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. અને 634327 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 83.86 ટકા જાહેર કરવામાં આવ્યું છે. 

આ ઉપરાંત રિપીટર પરીક્ષાર્થી તરીકે 70934 પરીક્ષાર્થઓ નોંધાયા હતા. તે પૈકી 67404 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 22598 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 33.53 ટકા આવ્યું છે. 

આ ઉપરાંત GSOS પરીક્ષાર્થી તરીકે નોંધાયેલા કૂલ 25313 પરીક્ષાર્થીઓ પૈકી 23353 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 6590 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બન્યા છે. તેમનું પરિણામ 28.22 ટકા આવ્યું છે. 

સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા 90.85 ટકા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10ના પરિણામમાં સૌથી વધારે પરિણાણ ધરાવતો જિલ્લો નર્મદા બન્યો છે જિલ્લાનું પરિણામ 90.85 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ પંચમહાલ જિલ્લાનું આવ્યું છે. 76.42 ટકા પંચમહાલ જિલ્લો તળિયે બેઠો છે. 

ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ, વિષયવાર પરિણામ

વિષય પરિણામ ટકામાં
ગુજરાતી 82.67%
હિંદી 77.20%
મરાઠી 81.29%
અંગ્રેજી 92.50%
ઉર્દુ 81.09%
ઓડિયા 88.45%

અમદાવાદ શહેર કરતા ગ્રામ્ય આગળ

ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામમાં અમદાવાદ શહેર કરતા અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર આગળ નીકળ્યો છે. અમદાવાદ શહેરનું 79.99 ટકા પરિણામ છે તો અમદાવાદ ગ્રામ્યનું 82.52 ટકા પરિણામ સાથે શહેરને પાછળ પાડી દીધું છે.

મુખ્ય વિષયોનું પરિણામ

વિષય પરિણામ (ટકામાં)
ગુજરાતી FL 92.22%
હિંદી FL 93.25%
અંગ્રેજી FL 98.11%
સામાજિક વિજ્ઞાન 94.15%
વિજ્ઞાન 87.48%
સ્ટાન્ડર્ડ ગણિત 99.63%
ગુજરાતી SL 95.12%
હિન્દી SL 92.64%
અંગ્રેજી SL 93.20%
સંસ્કૃત SL 96.07%
બેઝિક ગણિત 84.86%

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10માં છોકીઓએ બાજી મારી

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10ના પરિણામમાં છોકરીઓએ બાજી મારી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં જોઈએ તો નિયમિત પરીક્ષામાં પાસ થયેલા છોકરાઓનું પરિણામ 80.12 ટકા છે જ્યારે નિયમિત પરીક્ષામાં પાસ થયેલી છોકરીઓનું પરિણામ 88.28 ટકા આવ્યું છે. આમ છોકરીઓએ ધોરણ 10ના પરિણામમાં છોકરાઓને પાછળ છોડી દીધા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10નું જિલ્લા પ્રમાણે પરિણામ

જિલ્લો પરિણામ(ટકામાં)
અમદાવાદ શહેર 79.99%
અમદાવાદ ગ્રામ્ય 82.52%
અમરેલી 79.75%
આણંદ 82.29%
અરવલી (મોડાસા) 88.88%
બનાસકાંઠા 90.19%
ભરૂચ 84.15%
ભાવનગર 86.06%
બોટાદ 87.59%
છોટા ઉદેપુર 82.42%
દાહોદ 77.35%
ડાંગ્સ (આહવા) 88.17%
દેવભૂમિ દ્વારકા 80.28%
ગાંધીનગર 88.79%
ગીર સોમનાથ (વેરાવળ) 82.34%
જામનગર 85.08%
જૂનાગઢ 83.36%
ખેડા 77.90%
કચ્છ 84.64%
મહીસાગર (લુણાવાડા) 82.60%
મહેસાણા 88.14%
મોરબી 89.13%
નર્મદા 90.85%
નવસારી 84.61%
પંચમહાલ 76.42%
પાટણ 83.27%
પોરબંદર 79.59%
રાજકોટ 88.11%
સાબરકાંઠા 82.91%
સુરત 86.04%
સુરેન્દ્રનગર 88.02%
તાપી 83.22%
વડોદરા 78.38%
વલસાડ 79.80%
દાદરા નગર હવેલી 86.45%
દમણ 95.12%
દીવ 98.07%



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *