વ્રત કે ઉપવાસ દરમિયાન મોટાભાગે તળેલી વાનગીઓ ખાવામાં આવતી હોય છે, પરંતુ જો તમે હેલ્થ પ્રત્યે જાગૃત છો અને ઓછી કેલરી વાળો નાસ્તો કરવા માંગો છો, તો સાબુદાણા મોમોઝ પરફેક્ટ ડિશ છે. સાબુદાણાને પલાળીને તેમાં બટાકા અને ફરાળી મસાલા ઉમેરીને વરાળમાં બાફીને તૈયાર થતા આ મોમોઝ વ્રતમાં તમને નવો સ્વાદ આપશે.
સાબુદાણા મોમોઝ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, કારણ કે તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે.
સાબુદાણા મોમોઝ સામગ્રી
- સાબુદાણા
- મકાઈનો લોટ
- લસણ
- આદુ
- મશરૂમ્સ
- ગાજર
- ડુંગળી
- સોયા સોસ
- મીઠું (સ્વાદ મુજબ)
- તેલ
સાબુદાણા મોમોઝ રેસીપી
સાબુદાણા મોમોઝ બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણાને ગ્રાઇન્ડરમાં નાખીને પીસી લો. હવે સાબુદાણાના લોટમાં એક ચમચી મકાઈનો લોટ ઉમેરો અને લોટ તૈયાર કરો. આ પછી લોટને ઢાંકીને 10 મિનિટ માટે સાઈડમાં રાખી દો.
હવે ડુંગળી, મશરૂમ અને ગાજરને બારીક કાપો. આ પછી એક પેનમાં તેલ નાંખીને ગરમ કરવા માટે રાખો. જ્યારે તેલ ગરમ થાય ત્યારે લસણ અને સમારેલા શાકભાજી ઉમેરો અને તેને તળો. હવે સોયા સોસ, છીણેલું આદુ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. મોમોઝનો મસાલો તૈયાર છે. તેને ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
આ પણ વાંચો: ઝાડુ કે પોતા કર્યા પછી પણ ફ્લોર પર ચોંટેલા રહે છે વાળ? અજમાવો આ સરળ અને અકસીર ટ્રિક્સ
હવે આપણે લોટની નાની રોટલી બનાવીશું અને તેમાં તૈયાર મસાલા ભરીશું. હવે આપણે મોમોઝને જાળીદાર વાસણમાં બાફીશું. જ્યારે મોમોઝ રાંધવામાં આવે ત્યારે ગેસ બંધ કરો અને મોમોઝ બહાર કાઢો. સાબુદાણા મોમોઝ તૈયાર છે. હવે તમે તેને ચટણી સાથે પીરસી શકો છો.
