Ahmedabad Rain: અમદાવાદમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ, રોડ રસ્તા પર પાણી ભરાયા, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો?

Ahmedabad Rain: અમદાવાદમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ, રોડ રસ્તા પર પાણી ભરાયા, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો?

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Ahmedabad Gujarat Monsoon Rain Information: અમદાવાદમાં ચોમાસાના વરસાદની ધમાકેદાર શરૂઆત થઇ છે. ગુરુવારે સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદથી ઘણા વિસ્તારોમાં રોડ રસ્તા પર પાણી ભરવાની સાથે વિઝિબિલિટી ઘટી જવાના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. વાસણા બેરેજના 8 દરવાજા ખોલાવામાં આવ્યા છે. શહેરના ઘણા અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ 

અમદાવાદ AMCના આંકડા અનુસાર 23 જુલાઈના રોજ સવારે 6 થી 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના સમયગાળામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે દક્ષિણ ઝોનમાં 36.50 મિમિ વરસાદ પડ્યો છે. જેમા સરખેજ, જોધપુર, જોધપુર ઝોનલ, બોપલ, મુક્તમપુરા, બાકરોલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે.

તો અમદાવાદના પૂર્વ ઝોનમાં 6.5mm, પશ્ચિમ ઝોનમાં 11.21 મિમિ, ઉત્તર ઝોનમાં 28.93 મિમિ અને મધ્યમ ઝોનમાં 4.63 મિમિ વરસાદ પડ્યો છે. આમ ગુરુવારે સવારે 6 થી 10 વાગે સુધીના 4 કલાકમાં કુલ 98.04 મિમિ વરસાદ પડ્યો છે. 

Ahmedabad Monsoon Rain Data
Ahmedabad Monsoon Rain Information : અમદાવાદમાં 23 જુલાઇના રોજ પડેલા વરસાદના આંકડા. {Photograph}: (Information Ahmedabad GoG/X)

ઘણા અંડરપાસ બંધ

અમદાવાદમાં ધોધમાર વરસાદથી પાણી ભરાતા શહેરના ઘણા અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. અખબાર નગર અંડરપાસ, પરિમલ અંડરપાસ, ઉસ્માનપુરા અંડરપાસ અને શાહીબાગ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. ધોધમવાર વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી જવાથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.

વાસણા બેરેજના 8 દરવાજા ખોલાયા

અમદાવાદ ધોધમાર વરસાદ સાથે ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે સાબરમતી નદીના વાસણા બેરેજના 8 દરવાજા સંપૂર્ણ ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજના ખોલવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાબરમતી નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.

સાબરમતી નદીમાં 21640 ક્યુસેક પાણી છોડાયું

સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના કુલ 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. આજે સવારે 11 વાગ્યે વાસણા બેરેજમાંથી 21,640 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું આવ્યું છે. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *