જુલાઈની શરૂઆતમાં જ મેઘરાજા ભુક્કા કાઢશે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

જુલાઈની શરૂઆતમાં જ મેઘરાજા ભુક્કા કાઢશે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Climate Replace: ગુજરાતમાં આ વર્ષે ચોમાસું 24 જૂને મોડું બેઠું અને જૂન મહિનામાં 80 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જોકે હવે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. 1 જુલાઈથી રાજ્યમાં ચોમાસું વેગ પકડશે અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વરસાદની સાથે તીવ્ર પવન અને વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ નવસારીમાં 3.7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સુરતમાં 15 દિવસની રાહ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયાં છે. આ ઉપરાંત ધોળકા, આણંદ, જૂનાગઢ અને તાપી પંથકમાં વરસાદથી બફારામાં રાહત મળી છે. અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નાવલી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને જોઈને ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે.

1 અને 2 જુલાઈની ચેતવણી

હવામાન વિભાગે છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદ માટે ‘યેલો એલર્ટ’ આપ્યું છે. જ્યારે સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા સાથે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે. બીજી તરફ અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ટ્રફ લાઇન પણ યથાવત છે. આ સિસ્ટમના કારણે 1 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન અત્યંત ખરાબ રહેશે. દરિયામાં 40 થી 50 કિમી અને વધીને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેને પગલે માછીમારો માટે દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે.

જુલાઈની શરૂઆતમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે

1 જુલાઈએ વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં 40-50 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે વીજળીના કડાકા ભડાકા થશે. ત્યારબાદ 2 અને 3 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *