જીવનશૈલી | રેસીપી | જ્યારે સુરતી સ્ટ્રીટ ફૂડની વાત આવે ત્યારે સુરતી આલુ પુરીનું નામ સૌથી પહેલું યાદ આવે. નાની સોફ્ટ પુરી, તેના પર ગરમાગરમ મસાલેદાર સફેદ વટાણાબટાકાનો રગડો, અને ઉપરથી તીખી ફુદીનાની ચટણી, ગળી ખજૂર-આંબલીની ચટણી, કાચી ડુંગળી અને ઝીણી સેવનો ચટાકો! તેની ખાસિયત છે.
સુરતની પ્રખ્યાત આલુ પુરીનો સ્વાદ મોંમાં પાણી લાવી દે તેવો હોય છે. જો તમે પણ ઘરે બેઠા જ સુરતના ફેમસ લારી વાળા જેવો સ્વાદ માણવા માંગતા હોવ, તો આ સરળ રેસીપી પરફેક્ટ છે.
સુરતી આલુ પુરી રેસીપી
કણક માટે સામગ્રી
- 1.5 કપ લોટ
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી તેલ
- પાણી (હૂંફાળું)
- તેલ
મસાલા માટે સામગ્રી
- 6-7 બટાકા
- 1 કપ સફેદ વટાણા
- મીઠું સ્વાદ અનુસાર
- 2 ચમચી તેલ
- જીરું મોટી ચપટી
- સમારેલી લીલી મરચાં
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 1 ચમચી લાલ મરચાંનો પાઉડર
- 1/2 ચમચી હળદર પાવડર
- 2 ચમચી ધાણા પાવડર
- મીઠું જરૂર મુજબ
- ગરમ મસાલા
- કોથમીર
સર્વિંગ માટે સામગ્રી
- પુરી
- રગડા
- ફુદીનાની ચટણી
- ખજૂર આંબલીની ચટણી
- ડુંગળી (કાતરી)
- સેવ
- ચાટ મસાલા
- સમારેલી કોથમીર
સુરતી આલુ પુરી બનાવવાની રીત
એક વાસણમાં 1.5 કપ લોટ , સ્વાદ મુજબ મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરો. હવે હૂંફાળા પાણીની મદદથી થોડો કડક કણક બાંધી લો. લોટને 15 મિનિટ માટે ઢાંકીને સેટ થવા દો.
1 કપ સફેદ વટાણાને રાતભર અથવા 7 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પ્રેશર કુકરમાં પલાળેલા વટાણા અને 7 બટાકામાં પાણી અને થોડું મીઠું ઉમેરીને 5 વિસલ વગાડીને બાફી લો. બાફેલા બટાકાની છાલ ઉતારીને તેને મસળી લો.
જરૂર મુજબ પાણી ઉમેરી ગ્રેવી જેવી કન્સીસ્ટન્સી લાવો અને થોડીવાર ઉકળવા દો. છેલ્લે ગરમ મસાલો અને કોથમીર ઉમેરી રગડો તૈયાર કરો.બાંધેલા લોટમાંથી નાની-નાની પાતળી પુરીઓ વણી લો.
માત્ર 5 મિનિટમાં બની જશે, રૂ જેવી પોચી સુખડી આ રીતે બનાવો
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં મોટી ચપટી જીરું, સમારેલા લીલા મરચાં અને આદુ-લસણની પેસ્ટ ઉમેરી સાંતળો. હવે તેમાં હળદર, લાલ મરચાંનો પાવડર, ધાણા પાવડર અને થોડું મીઠું ઉમેરો. ત્યારબાદ બાફેલા વટાણા અને મેશ કરેલા બટાકા ઉમેરી બરાબર મિક્સ કરો.
પુરી તેલમાં ફૂલે નહીં તે માટે કાંટા ચમચી વડે તેમાં નાના કાણાં કરી લો. હવે તેલ ગરમ કરી મધ્યમ આંચ પર પુરીઓને ગોલ્ડન અને એકદમ કુરકુરી થાય ત્યાં સુધી તળી લો.
બાળકો નાસ્તમાં કંઈક નવું માંગે છે? ચીઝ મગદાળ ચિપ્સ રેસીપી જાણી લો, બધાને ચોક્કસ ભાવશે!
એક પ્લેટમાં 6 પુરીઓ ગોઠવો. તેના પર તૈયાર કરેલો ગરમાગરમ રગડો રેડો. હવે ઉપરથી ફુદીનાની તીખી ચટણી, ખજૂર-આંબલીની ગળી ચટણી, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સેવ, ચાટ મસાલો અને સમારેલી કોથમીર નાખો, તૈયાર છે સુરતી આલુ પુરી !
